________________
શતક–૨ ઃ ઉદ્દેશક પ
वंदामो णमंसामो जाव पज्जुवासामो, एयं णे इहभवे वा परभवे वा जाव आणुगामियत्ताए भविस्सइ त्ति कट्टु अण्णमण्णस्स अंतिए एयमट्ठे पडिसुर्णेति । जेणेव सयाइं सयाइं गिहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता हाया जाव अलंकियसरीरा सएहिंतो सएहिंतो गेहेहिंतो पडिणिक्खमंति, पडिणिक्खमित्ता एगयओ मेलायंति ।
૩૦૧
मेलायित्ता पायविहारचारेणं तुंगियाए णयरीए मज्झंमज्झेणं णिग्गच्छंति, णिग्गच्छित्ता जेणेव पुप्फवईए चेइए तेणेव उवागच्छंति, उवागच्छित्ता थेरे भगवंते पंचविहेणं अभिगमेणं अभिगच्छंति, तं जहा- सचित्ताणं दव्वाणं विउसरणयाए, अचित्ताणं दव्वाणं विउसरणयाए, एगसाडिएणं उत्तरासंग- करणेणं, चक्खुप्फासं अंजलिप्पग्गहेणं, मणसो एगत्तीकरणेणं; जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छंति, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिण - पयाहिणं करेंति, करित्ता जाव तिविहाए पज्जुवासणाए पज्जुवासंति ।
ભાવાર્થ : - જ્યારે આ વાત તુંગિયા નગરીના શ્રમણોપાસકોને જ્ઞાત થઈ, ત્યારે તેઓ અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા અને પરસ્પર કહેવા લાગ્યા કે "હે દેવાનુપ્રિયો ! ભગવાન પાર્શ્વનાથના શિષ્યાનુશિષ્ય સ્થવિર ભગવાન, જે જાતિ સંપન્ન આદિ વિશેષણોથી વિશિષ્ટ છે, તે અહીં પધાર્યા છે અને યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
હે દેવાનુપ્રિયો ! તથારૂપના સ્થવિર ભગવંતોના નામ-ગોત્રના શ્રવણમાત્રથી પણ મહાન ફળ પ્રાપ્ત થાય છે તો પછી, તેની સામે જવું, વંદન–નમસ્કાર કરવા, તેમને કુશલતા—સુખશાતા પૂછવી અને તેમની પર્યુપાસના—સેવા કરવી, તેમજ તેમને પ્રશ્ન પૂછીને અર્થ ગ્રહણ કરવા ઈત્યાદિના ફળનું તો કહેવું જ શું? અર્થાત્ અવશ્ય કલ્યાણરૂપ ફળ પ્રાપ્ત થાય છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે સહુ તે સ્થવિર ભગવાનની પાસે જઈએ, તેમને વંદન–નમસ્કાર કરીને, વિધિપૂર્વક તેમની પર્યુપાસના—સેવા–કરીએ, તે આપણા માટે આ ભવ અને પરભવમાં હિતરૂપ થશે. પરંપરાથી પરલોકમાં કલ્યાણરૂપ થશે.
આ રીતે પરસ્પર વાતચીત કરીને તેઓએ પરસ્પર વાતનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને, સર્વ શ્રમણોપાસકો પોત પોતાના ઘેર ગયા, ઘેર જઈને સ્નાન કર્યું, શરીરને વિભૂષિત કર્યું. ત્યાર પછી તેઓ પોત–પોતાના ઘેરથી નીકળ્યા અને એક જગ્યાએ સહુ ભેગા થયા. તેઓ ભેગા થઈને પગપાળા જ તુંગિયા નગરીની મધ્યથી નીકળ્યા અને જ્યાં પુષ્પવતિક ઉદ્યાન હતું ત્યાં ગયા, જઈને સ્થવિર ભગવંતોની પાસે પાંચ પ્રકારના અભિગમ ધારણ કર્યા. તે પાંચ અભિગમ આ પ્રકારે છે.
(૧) સચિત્ત દ્રવ્યો—ફલ, તાંબુલ આદિનો ત્યાગ કરવો.
(૨) અચિત્ત દ્રવ્યો –પગરખા, શસ્ત્ર વગેરેનો ત્યાગ કરવો.