________________
शत:-२:6देश -१
| २७७ ।
સેવનાથી જુષ્ટ-સેવિત અર્થાત્ જેણે સંલેખનાતા સેવનથી કર્મ ક્ષપિઝૂિષિત] કર્યા છે.
áદક અણગારની ગતિ :५८ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी खदए णाम अणगारे कालमासे कालं किच्चा कहिं गए कहिं उववण्णे ? गोयमा! इ, समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- एवं खलु गोयमा ! मम अंतेवासी खंदए णामं अणगारे पगइभद्दए जाव से णं मए अब्भुणुण्णाए समाणे सयमेव पंच महव्वयाई आरुहेत्ता, तं चेव सव्वं अविसेसियं णेयव्वं जाव आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा अच्चुए कप्पे देवत्ताए उववण्णे । तत्थ णं अत्थेगइयाणं देवाणं बावीसं सागरोवमाइं ठिई पण्णत्ता, तस्स णं खंदयस्स वि देवस्स बावीसं सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ :- તપશ્ચાત્ ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને, આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! આપના શિષ્ય સ્કંદક અણગાર કાલના અવસરે કાલધર્મને પ્રાપ્ત કરીને, ક્યાં ગયા અને ક્યાં ઉત્પન્ન થયા?
હે ગૌતમ! એ પ્રમાણે ભગવાન ગૌતમને સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે, "હે ગૌતમ ! મારા શિષ્ય સ્કંદક અણગાર, પ્રકૃતિથી ભદ્ર, આદિ ગુણ સંપન્ન તેમજ વિનીત શિષ્ય, મારી આજ્ઞા પ્રાપ્ત કરીને, સ્વયંમેવ પંચમહાવ્રતોનું આરોપણ કરીને, તેમજ આલોચના અને પ્રતિક્રમણ આદિ કરીને, સમાધિને પ્રાપ્ત થઈને, કાલના અવસરે કાલધર્મ પામીને, અમ્રુતકલ્પ–બારમા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ બાવીસ સાગરોપમની છે, તદનુસાર અંદક દેવની સ્થિતિ પણ બાવીસ સાગરોપમની છે.
|५९ से णं भंते ! खंदए देवे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ बुज्झिहिइ मुच्चिहिइ परिणिव्वाहिइ सव्वदुक्खाणं अंतं करेहिइ । [खंदओ सम्मत्तो] ॥
ભાવાર્થ :- તત્પશ્ચાતુ શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું- હે ભગવન્! અંદક દેવ ત્યાંના આયુષ્યનો ક્ષય, ભવનો ક્ષય અને સ્થિતિનો ક્ષય થવા પર તે દેવલોકમાંથી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ?