________________
૨૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૧
મરણથી મરતો જીવ સંસાર વધારે છે અને ઘટાડે છે? વગેરે પ્રશ્નોના ઉત્તર આપો પછી બીજા પ્રશ્ન પૂછશું. | २२ तए णं से खदए कच्चायणसगोत्ते पिंगलएणं णियंठेणं वेसालीसा- वएणं दोच्च पि तच्चं पि इणमक्खेवं पुच्छिए समाणे संकिए कंखिए वितिगिच्छिए भेदसमावण्णे कलुसमावण्णे णो संचाएइ पिंगलस्स णियंठस्स वेसालियसावयस्स किंचि वि पमोक्खमक्खाइउं, तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ :- જ્યારે વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રંથે, કાત્યાયનગોત્રીય અંદક પરિવ્રાજકને બે-ત્રણ વાર તે જ પ્રશ્નો પૂછ્યા, ત્યારે તે પુનઃ પૂર્વવત્ શંકિત, કાંક્ષિત, વિચિકિત્સાગ્રસ્ત, ભેદસમાપન્ન, તથા કાલુષ્ય શોકીને પ્રાપ્ત થયા. પરંતુ વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રંથના પ્રશ્નોના કાંઈ પણ ઉત્તર ન આપી શક્યા અને મૌન રહ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મુખ્યતયા સ્કંદક સંન્યાસીનો પરિચય અને વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રંથે. સ્જદક પરિવ્રાજકને પૂછેલા પાંચ પ્રશ્નો અને તે પ્રશ્નોના ઉત્તર ન આપી શકવાથી સ્કંદક પરિવ્રાજકની થયેલી માનસિક સ્થિતિનું ચિત્રણ છે.
આ વિષયના પ્રતિપાદનની પાર્શ્વભૂમિમાં નગરીનું, પ્રભુના સમોસરણનું, ધર્મદેશનાનું તેમજ સ્જદક પરિવ્રાજકનું વર્ણન કર્યું છે. સ્જદક પરિવ્રાજક પરિચય - સ્કંદક ચાર વેદ, ઈતિહાસ અને નિઘંટુકોષના તેમજ વેદના છ અંગ-શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા હતા. છ અંગના ગ્રંથોને સમજાવવા માટે જે વિસ્તૃત ગ્રંથો છે તેને વેદના ઉપાંગ કહે છે. સ્કંદ, વેદના અંગ અને ઉપાંગ તેમજ ષષ્ઠીતંત્ર કાપિલીય શાસ્ત્રથી સુપરિચિત હતા.
વેદના છ અંગના અર્થ આ પ્રમાણે છે– (૧) શિક્ષા- અક્ષરોના સ્વરૂપ સમજાવતાં શાસ્ત્રને શિક્ષા કહે છે. (૨) કલ્પ– પરિવ્રાજકોના આચારને સ્પષ્ટ કરતા શાસ્ત્રને કલ્પ કહે છે. (૩) વ્યાકરણ– શબ્દશાસ્ત્રને વ્યાકરણ કહે છે. (૪) છંદ– કવિતાના સ્વરૂપ સમજાવતાં પિંગલ આદિ ગ્રંથોને છંદ કહે છે. (૫) નિરુક્ત– શબ્દની વ્યુત્પત્તિ સમજાવતાં શાસ્ત્રને નિરુક્ત કહે છે. () જ્યોતિષ– ગ્રહ આદિની અસર તેમજ નિમિત્ત બતાવતાં શાસ્ત્રને જ્યોતિષ કહે છે.
સ્કંદક પરિવ્રાજક ઉપરોક્ત સર્વમાં તથા બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધી દર્શનશાસ્ત્રમાં નિપુણ