________________
૨૪૪]
શ્રી ભગવતી સૂત્ર-૧
तीसे णं कयंगलाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसिभाए छत्तपलासए णाम चेइए होत्था, वण्णओ । तए णं समणे भगवं महावीरे उप्पण्णणाणदसणधरे जाव समोसरण परिसा णिग्गच्छइ ।
ભાવાર્થ :- કાલે તે સમયે કતંગલા નામની નગરી હતી. તે કૃતંગલા નગરીની બહાર ઉત્તર પૂર્વ દિશા ભાગ[ઈશાનકોણ માં છત્રપલાશક નામનું ચૈત્ય હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. ત્યાં કોઈ એક સમયે ઉત્પન્ન કેવલજ્ઞાન-કેવલદર્શનના ધારક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ભગવાનનું સમવસરણ થયું. પરિષદ ધર્મોપદેશ સાંભળવા નીકળી. | १८ तीसे णं कयंगलाए णयरीए अदूरसामंते सावत्थी णामं णयरी होत्था। वण्णओ । तत्थ णं सावत्थीए णयरीए गद्दभालस्स अंतेवासी खदए णाम कच्चायणसगोत्ते परिव्वायगे परिवसइ । रिउव्वेद-जजुव्वेद- सामवेद अहव्वणवेद इतिहास-पंचमाणं. णिघंटछद्राणः चउण्हं वेदाणं संगोवंगाणं सरहस्साणं, सारए वारए धारए पारए सडंगवी सद्वितंतविसारए संखाणे सिक्खाकप्पे वागरणे छंदे णिरुत्ते जोइसामयणे; अण्णेसु य बहूसु बंभणएसु परिव्वायएसु य णयेसु सुपरिणिट्ठिए यावि होत्था । શબ્દાર્થ :- ક્વાયાસોને = કાત્યાયન ગોત્રી, સરહસ્સા = રહસ્ય સહિત, સડવી = છ અંગના જ્ઞાતા, સંહાએ = ગણિતશાસ્ત્રમાં. ભાવાર્થ :- તે કૃતંગલા નગરીની સમીપે શ્રાવસ્તી નગરી હતી. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ નામના પરિવ્રાજકના શિષ્ય કાત્યાયનગોત્રીય સ્કંદન નામના પરિવ્રાજક–તાપસ રહેતા હતા. તે સ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ, પાંચમાં ઈતિહાસનું પુરાણ, છઠ્ઠા નિઘંટુ નામના કોશના તથા સાંગોપાંગ વેદોના રહસ્યના સારક-સ્મારક-સ્મરણ કરાવનાર– ભૂલેલા પાઠને યાદ કરાવનાર–પાઠક, વારક–અશુદ્ધ ઉચ્ચારણ કરનારને રોકનાર, ધારકભણેલા વેદાદિને નહિ ભૂલનાર–ધારણ કરનાર, પારક–વેદાદિ શાસ્ત્રોના પારગામી, વેદના છ અંગોશિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના વેત્તા હતા. તે ષષ્ઠિતંત્ર-સાંખ્ય શાસ્ત્રમાં વિશારદ હતા. તે ગણિતશાસ્ત્ર, શિક્ષાકલ્પ-આચારશાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, છંદશાસ્ત્ર, નિરુક્ત–વ્યુત્પત્તિ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર, આ સર્વ શાસ્ત્રોમાં તથા અન્ય અનેક બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધી નીતિ અને દર્શનશાસ્ત્રોમાં પણ અત્યંત નિષ્ણાત હતા. | १९ तत्थ णं सावत्थीए णयरीए पिंगलए णामं णियंठे वेसालियसावए परिवसए । तए णं से पिंगलए णामं णियंठे वेसालियसावए अण्णया कयाई जेणेव खंदए