________________
૨૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
વનસ્પતિકાય પર્વતના એકેન્દ્રિય જીવ છે, તેના આત્યંતર અને બાહ્ય ઉચ્છવાસ અને નિઃશ્વાસને અમે જાણતા નથી અને જોતા નથી. હે ભગવાન! શું પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ આવ્યંતર અને બાહ્ય ઉચ્છવાસ લે છે તથા આત્યંતર અને બાહ્ય નિઃશ્વાસ છોડે છે?
ઉત્તર- હા, ગૌતમ! આ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ પણ આત્યંતર અને બાહ્ય ઉચ્છવાસ લે છે અને આત્યંતર અને બાહ્ય નિઃશ્વાસ છોડે છે. | ४ किण्णं भंते ! एए जीवा आणमंति वा जाव णीससंति वा ?
गोयमा ! दव्वओ णं अणंतपएसियाई दव्वाइं, खेत्तओ असंखेज्जपएसोगाढाई, कालओ अण्णयर ठिईयाई, भावओ वण्णमंताई गंधमंताई रसमंताई फासमंताई आणमंति वा जाव णीससंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ, કયા પ્રકારના દ્રવ્યોને બાહ્ય અને આત્યંતર ઉચ્છવાસના રૂપમાં ગ્રહણ કરે છે તથા નિઃશ્વાસના રૂપમાં છોડે છે?
ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ અનંત પ્રદેશી દ્રવ્યોને, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશમાં રહેલા દ્રવ્યોને, કાલની અપેક્ષાએ કોઈ પણ પ્રકારની સ્થિતિવાળા એક સમયની, બે સમયની સ્થિતિ- વાળા ઈત્યાદિ દ્રવ્યોને, તથા ભાવની અપેક્ષાએ વર્ણયુક્ત, ગંધયુક્ત રસયુક્ત અને સ્પર્શયુક્ત દ્રવ્યોને બાહ્ય અને આત્યંતર ઉચ્છવાસનાં રૂપમાં ગ્રહણ કરે છે તથા નિઃશ્વાસના રૂપમાં છોડે છે. [५ जाइं भावओ वण्णमंताई आणमंति वा जाव णीससंति वा ताई किं एगवण्णाइं जाव किं पंचवण्णाई आणमंति वा जाव णीससंति वा ?
एवं आहारगमो णेयव्वो जाव पंचदिसिं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ ભાવની અપેક્ષાએ જે દ્રવ્યોને બાહ્ય અને આત્યંતર શ્વાસોચ્છવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને છોડે છે, શું તે દ્રવ્ય એક વર્ણયુક્ત હોય છે ?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ માં આહારપદનું કથન કર્યું છે, તે રીતે સંપૂર્ણ વર્ણન બે, ત્રણ, ચાર, પાંચ દિશાઓમાંથી શ્વાસોચ્છવાસના પુદ્ગલોનું ગ્રહણ કરે છે ત્યાં સુધી સમજવું જોઈએ. | ६ किण्णं भंते ! णेरइया आणमंति वा जाव णिससंति वा ?
ते चेव जाव णियमा छद्दिसिं आणमंति वा जाव णीससंति वा । जीव, एगिदिया वाघाया य णिव्वाघाया य भाणियव्वा । सेसा णियमा