________________
૨૩૪
OR
D
શતક-ર : ઉદ્દેશક-૧
ઉશ્વાસ-સ્કંદક
શ્રી ભગવતી સૂત્ર–૧
KOR zÕØ
દશ ઉદ્દેશકોનાં નામ :
१ ऊसास खंदए वि य, समुग्धाय पुढविंदिय अण्णउत्थि भासा य । देवाय चमरचंचा, समयक्खित्तऽत्थिकाय बीयसए ॥
ભાવાર્થ :- દ્વિતીય શતકના દશ ઉદ્દેશક છે, તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) શ્વાસોચ્છ્વાસ અને સ્કંદક અણગાર (૨) સમુદ્દાત (૩) પૃથ્વી (૪) ઈન્દ્રિયો (૫) અન્યતીર્થિક (૬) ભાષા (૭) દેવ (૮) ચમર ચંચા રાજધાની (૯) સમયક્ષેત્ર (૧૦) અસ્તિકાય.
વિવેચન :
ગાથામાં દર્શાવેલ આ નામો તેના મુખ્ય વિષય કે આધ વિષયની અપેક્ષાએ છે, તે આ પ્રમાણે છે— ऊसास खंदए
:- પ્રથમ ઉદ્દેશકનો આધવિષય એકેન્દ્રિયાદિના શ્વાસોચ્છ્વાસ અને મુખ્ય વિષય સ્કન્દક અણગારનું જીવનચરિત્ર હોવાથી તેનું નામ 'ઉશ્વાસ સ્કંદક' છે.
સમુખાય :- દ્વિતીય ઉદ્દેશકમાં સાત સમુદ્દાત વિષયક સંક્ષિપ્ત અતિદેશપૂર્વક વર્ણન હોવાથી તેનું નામ 'સમુદ્દાત' છે.
पुढवी :- ત્રીજા ઉદ્દેશકમાં સાત નરક પૃથ્વીઓનાં નામ, સંસ્થાન આદિ સમસ્ત જીવોની ઉત્પત્તિની સંભાવના સંબંધી અતિદેશપૂર્વક સંક્ષિપ્ત વર્ણન હોવાથી તેનું નામ 'પૃથ્વી' છે.
ફન્વિય :- ચોથા ઉદ્દેશકમાં ઈન્દ્રિયોનાં નામ, વિષય, વિકાર, સંસ્થાન, બાહુલ્ય, વિસ્તાર, પરિમાણ, વિષયગ્રહણની ક્ષમતા આદિનું અતિદેશપૂર્વક સંક્ષિપ્ત વર્ણન હોવાથી તેનું નામ 'ઈન્દ્રિય' છે.
અળઽસ્થિય :-પાંચમા ઉદ્દેશકમાં દેવની પરિચારણા સંબંધી અન્યતીર્થિકોની માન્યતાનું નિરાકરણ હોવાથી તેનું નામ 'અન્યતીર્થિક' છે.
ભાષા :- છઠ્ઠા ઉદ્દેશકમાં ભાષા સંબંધી અતિદેશપૂર્વક સંક્ષિપ્ત વર્ણન હોવાથી તેનું નામ 'ભાષા' છે.