________________
[ ૨૩૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
શતક - ર પિરિચય છROCROR ORDROCROR
આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં વિષય વર્ણન આ પ્રમાણે છે.
ઉદેશક–૧:- ઉપપાત વિરહ, જીવોના શ્વાસોશ્વાસ,મડાઈ અણગાર અને આર્ય સ્કંદકનું વિસ્તૃત જીવન ચરિત્ર અંકિત છે.
ઉદ્દેશક-૨ - સાત સમુઘાતનું અતિદેશાત્મક વર્ણન છે. ઉદ્દેશક–૩ – સાત પૃથ્વીનું અતિદેશાત્મક નિરૂપણ છે. ઉદ્દેશક-૪ - પાંચ ઈન્દ્રિયોનું અતિદેશાત્મક પ્રતિપાદન છે. ઉદ્દેશક-૫ :- દેવોની પરિચારણા વિષયક અન્યતીર્થિક પ્રરૂપણાનું નિરાકરણ, ગર્ભવિચાર, કામભોગ સેવનમાં થતો અસંયમ, તુંગિયા નગરીના શ્રાવકોના પ્રશ્નોત્તર, રાજગૃહનગરમાં ગરમ પાણીના કુંડ આદિ વિષયોનું નિરૂપણ છે. ઉદ્દેશક–દ – ભાષા વિષયક અતિદેશાત્મક વિચારણા છે. ઉદ્દેશક-૭– દેવોના પ્રકાર વગેરેનું અતિદેશાત્મક વર્ણન છે. ઉદ્દેશક-૮ – અમરેન્દ્રની ચમચંચા રાજધાની વિષયક નિરૂપણ છે. ઉદ્દેશક-૯ - સમયક્ષેત્રનું અતિદેશાત્મક પ્રતિપાદન છે. ઉદેશક-૧૦ઃ- પંચાસ્તિકાયનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, આકાશના ભેદ, ધર્માસ્તિકાય આદિની સ્પર્શના વગેરે વિષયોનું નિરૂપણ છે.