________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૧૦
[ ૨૨૩]
શિતક-૧ : ઉદ્દેશક-૧૦ 080802 સંક્ષિપ્ત સાર દOREOROR
આ ઉદ્દેશકમાં અન્યતીર્થિકોની અનેક માન્યતા, તેનું નિરાકરણ, સાંપરાયિક અને ઐયંપથિક ક્રિયા અને ૨૪ દંડકના જીવોના વિરહકાલનું પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કથન છે. * અન્યતીર્થિક માન્યતાઓ – (૧) ચલાયમાન કર્મ અચલિત છે તેમજ નિર્જીર્યમાણ કર્મ અનિર્જીર્ણ છે. (૨) બે પરમાણુનો સંબંધ થતો નથી. કેમ કે તેમાં સ્નિગ્ધતા હોતી નથી. પરંતુ ત્રણ પરમાણુમાં સંબંધ થાય છે. (૩) ત્રણ પ્રદેશ સ્કંધના દોઢ દોઢ પરમાણુરૂપ બે ટુકડા થઈ શકે છે. (૪) પાંચ પરમાણુ એકત્ર થઈને દુઃખરૂપ થાય છે. તે દુઃખ શાશ્વત રહે છે. (૫) ભાષા બોલતા પહેલા અને પછી ભાષા હોય છે. બોલતા સમયે અભાષા હોય છે. (૬) ક્રિયા પણ પહેલા અને પછી દુઃખકર હોય છે. કરતા સમયે તે દુઃખરૂપ નથી, તે પણ કર્યા વિના દુઃખકર હોય છે, કરવાથી નહિ. (૭) કર્યા વિના,સ્પર્યા વિના જ જીવ દુઃખ વેદના વેદે છે. (૮) સાંપરાયિક અને ઐર્યાપથિક બંને ક્રિયા એક સાથે લાગે છે. * સ્વમત પ્રરૂપણ - પૂર્વોક્ત સર્વ માન્યતા મિથ્યા છે, સત્યથી વિપરીત છે. ચલાયમાન ચલિત છે, બે પરમાણુમાં સ્નિગ્ધતા હોય છે. તેમાં બંધ પણ થાય છે. ત્રણ પરમાણુના દોઢ દોઢ પરમાણુ રૂપ વિભાગ
ક્યારે ય થતા નથી. કોઈપણ દુઃખ શાશ્વત નથી, કોઈપણ સ્કંધના દુઃખ-સુખ આપવાના સ્વભાવ પરિવર્તિત થતા રહે છે. બોલવા સમયે જ ભાષા ભાષારૂપ કહેવાય છે. ક્રિયા કરવા સમયે લાગે છે. કર્યા વિના લાગતી નથી. કરેલા કર્મનું ફળ સ્પર્શ કરીને જીવ વેદના વેદે છે. * સાંપરાયિક ક્રિયા જ્યારે અને જ્યાં સુધી લાગે છે, ત્યારે અને ત્યાં સુધી ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. ૧૦ ગુણસ્થાન સુધી સાંપરાયિક ક્રિયા અને ૧૧–૧૨–૧૩માં ગુણસ્થાનમાં ઐર્યાપથિક ક્રિયા લાગે છે. તેથી તે બંને ક્રિયા એક સાથે ક્યારે ય હોતી નથી.
* ચોવીસ દંડકનો ઉત્પાત વિરહ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદમાં કહેવામાં આવેલ છે.