________________
૧૮૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
पिवासए; तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविए एयंसि णं अंतरंसि कालं करेज्ज देवलोगेसु उवज्जइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભસ્થ જીવ શું દેવલોકમાં જાય છે?
ઉત્તર-હે ગૌતમ! કેટલાક જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, કેટલાક જીવ, દેવલોકમાં ઉત્પન્ન થતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! ગર્ભગત, સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત જીવ, તથારૂપના શ્રમણ અથવા બ્રાહ્મણ પાસેથી એક પણ આર્ય અને ધાર્મિક સુવચન સાંભળીને, અવધારણ કરીને, શીધ્ર સંવેગથી ધર્મશ્રદ્ધાળુ બનીને, ધર્મમાં તીવ્ર અનુરાગથી રક્ત બનીને, અનુરંજિત બનીને, તે ધર્મના કામી, પુણ્યના કામી, સ્વર્ગના કામી, મોક્ષના કામી; ધર્માકાંક્ષી, પુણ્યકાંક્ષી, સ્વર્ગાકાંક્ષી, મોક્ષાકાંક્ષી તથા ધર્મ પિપાસુ, પુણ્યપિપાસુ, સ્વર્ગ પિપાસુ, મોક્ષ પિપાસુ, તેમાં જ અધ્યવસિત, તેમાં જ તીવ્ર પ્રયત્નશીલ, તેમાં જ સાવધાનતા યુક્ત, તેને માટે જ સમર્પિત થઈને ક્રિયા કરનાર, તે જ ભાવનાથી ભાવિત, તિ જ સંસ્કારોથી સંસ્કારિત] જીવ જો તે જ સમયે મૃત્યુને પ્રાપ્ત કરે, તો તે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક ઉત્પન્ન થતા નથી.
વિવેચન :
ગર્ભગત જીવની ગતિ - ગર્ભગત જીવ ગર્ભમાં જ કાલધર્મ પામે તો નરક અને દેવલોક બંને ગતિમાં જઈ શકે છે. તે જીવ નિયમતઃ સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે.
ગર્ભગત જીવ ગર્ભમાં જ સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત થઈ ગયો હોય છે. તેમ જ પૂર્વના શુભ-અશુભ સંસ્કાર તેની સાથે જ હોય છે. તેથી જેવા પ્રકારના નિમિત્તો મળે, તે પ્રકારની વિચારધારા અને કાર્ય કરી શકે છે. પૂર્વના શત્રુનું આગમન સાંભળીને તેની વૈરવૃત્તિ જાગૃત થાય તો તે વૈક્રિય સમુઘાત કરી, ચતુરંગિણી સેનાની વિક્ર્વણા કરી, યુદ્ધ પણ કરી શકે છે અને ધનની, રાજ્યની, કામભોગની તીવ્રતમ આસક્તિમાં મૂઢ બની જાય અને તે જ સમયે તે મૃત્યુ પામે તો નરકમાં જઈ શકે છે.
તે જ રીતે શુભ સંસ્કારથી સંપન્ન જીવને શુભ નિમિત્તોનો સંયોગ મળે, કોઈ શ્રમણોના સંયોગે ધાર્મિક વચનનું શ્રવણ કરે, તેના અંતરમાં સંવેગભાવ જાગૃત થાય અને તે જ ભાવમાં તલ્લીન બની, તે જીવ મૃત્યુ પામે તો દેવલોકમાં પણ જઈ શકે છે.
પ્રસ્તુત સૂત્રમાં ગર્ભસ્થ મનુષ્ય પોતાના શુભાશુભ પરિણામથી દેવલોક કે નરકમાં જઈ શકે છે. તે