________________
શતક-૧: ઉદ્દેશક-૪
_.
૧૧૩ |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું અનંત અતીત, શાશ્વતકાલમાં છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમથી, કેવળ સંવરથી, કેવળ બ્રહ્મચર્યવાસથી અને કેવળ અષ્ટ] પ્રવચન માતાના પાલનથી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થઈ સમસ્ત દુઃખોનો અંત કર્યો છે?
ઉત્તર- હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પૂર્વોક્ત છદ્મસ્થ મનુષ્યોએ સમસ્ત દુ:ખોનો અંત કર્યો
નથી ?
ઉત્તર- હે ગૌતમ ! જે કોઈ મનુષ્યો કર્મોનો અંત કરનારા, ચરમશરીરી થયા છે અથવા સમસ્ત દુઃખોનો અંત કર્યો છે, અંત કરે છે કે અંત કરશે; તે સર્વ ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી કેવલજ્ઞાની-કેવલદર્શની, અહંત, જિન અને કેવલી થઈને પશ્ચાત્ સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને તેઓએ સમસ્ત દુઃખોનો અંત કર્યો હતો, કરે છે અને કરશે. હે ગૌતમ! તેથી આ પ્રમાણે કહ્યું છે કે કેવળી ભગવાન જ સમસ્ત દુઃખોનો અંત કરે છે. | १२ पडुप्पण्णे वि एवं चेव, णवरं सिझंति भाणियव्वं । अणागए वि एवं चेव, णवरं सिज्झिस्संति भाणियव्वं ।
जहा छउमत्थो तहा आहोहिओ वि, तहा परमोहिओ वि; तिण्णि तिण्णि आलावगा भाणियव्वा । ભાવાર્થ - વર્તમાનકાલ પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે 'સિદ્ધ થાય છે' તેમ કથન કરવું.
ભવિષ્યકાળમાં પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સિદ્ધ થશે' તેમ કથન કરવું.
જે પ્રમાણે છદ્મસ્થના વિષયમાં કથન કર્યું તે જ પ્રમાણે આધોવધિક, પરમાવધિના વિષયમાં પણ જાણવું જોઈએ. તેમાં પણ ત્રણ ત્રણ આલાપકનું કથન કરવું જોઈએ. કેવલીની મુક્તિ :१३ केवली णं भंते ! मणुसे अतीतं, अणंतं, सासयं समयं जाव अंतं करेंसु ?
हंता, सिज्झिसु जाव अंतं करेंसु, एते तिण्णि आलावगा भाणियव्वा जहा छउमत्थस्स, णवरं- सिज्झिसु सिझंति सिज्झिस्संति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અતીત, અનંત, શાશ્વતકાલમાં કેવલી મનુષ્ય સમસ્ત દુઃખનો અંત કર્યો છે?