________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા)
સૌ. સરોજબેન જશવંતરાય દોમડીયા સૌ. હર્ષાબેન વસંતભાઈ લાઠિયા (પૂ. આરતીબાઈ સ્વામીના બહેનો)
જે વ્યક્તિ જિનશાસનના અંગરૂપ ચતુર્વિધ શ્રી સંઘની કે શાસનના પ્રાણ સમ શ્રુતજ્ઞાન – આગમજ્ઞાનની તન-મન-ધનથી ભાવપૂવર્ક સેવા-ભક્તિ કે છે, તે ભવોભવ સુધી આ જયવંતા જિનશાસનને પ્રાપ્ત કરે છે.
શ્રી દોમડિયા પરિવાર અને શ્રી લાઠિયા પરિવારના સદસ્યો આવી ઉમદા વિચારધારાથી શ્રુતસેવા માટે તત્પર બન્યા. અમારા જ બેનસ્વામી સહસંપાદિકાપૂ. શ્રી આરતીબાઈ મ.પૂ.વિરમતીબાઈ મ.ના સાંનિધ્યમાં આગમ સંપાદનમાં આટલું મહત્તમ યોગદાન આપી રહ્યા હોય, તો તેમાં અમારે પણ યત્કિંચિત સહભાગી બનવું છે, તેવી સદ્ભાવના સહ ઉત્સાહિત થયા છે.
શ્રી જશવંતભાઈ અને શ્રી વસંતભાઈએ અનેક વર્ષો સુધી ઘાટકોપર શ્રી સંઘ, જૈન જાગૃતિ, કાઠિયાવાડ સમાજ તથા ખેતલિયા ચેરીટિઝ જેવી સંસ્થાઓમાં મૂકભાવે સેવા આપી છે. સૌ. સરોજબેન તથા સૌ. હર્ષાબેન માતુશ્રી ચંપાબેન શામળદાસ ગોહીલના સંસ્કારને પામી ગૃહસ્થાશ્રમની ફરજ બજાવતાં આંશિક રૂપે શ્રાવકધર્મની આરાધના કરી રહ્યા છે.
બંને પરિવારો ધર્મશ્રદ્ધાવાન તથા ગુરુભક્તિથી રંગાયેલા છે.
સુપુત્ર અલકેશ, પ્રિયેશ અને હેમલ ગુરુદેવ પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પ્રેરિત અહે યુવા ગ્રુપમાં સેવા આપી રહ્યા છે અને પુત્રવધુ સી. આરતી, સૌ. દેવિકા તથા સૌ. મોના લુક એન લર્નની દીદી તરકે જ્ઞાનદાનનો અમૂલ્ય લાભ લઈ રહ્યા છે. સપત્રી જિજ્ઞા કેતન પંચમીયા તથા રાખી પરાગ દોશી માતૃપક્ષના સંસ્કાર, સમજણના સહારે શ્વસુરપક્ષને ઉજ્જવળ કરી રહ્યા છે.
પૌત્ર – પૌત્રી - હેલી, મીલી, પ્રિયલ, હેમીલ, રીયા, આદીશ, તનય વગેરે બાળકો પણ તે જ ભાવોને વિકસાવે, સર્વાશે પ્રગતિશીલ રહે એ જ ભાવના..
આપ બંને પરિવારોને આવી અમૂલ્ય ઘડીઓ મળતી રહે અને આપ તેને વધાવતા રહો તેવી અનુમોદના સહ અમે આભારનો ભાવ પ્રગટ કરીએ છીએ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM