________________
શતક-૧: ઉદ્દેશક–૨
_.
|
૭
|
ભાવાર્થ :- વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના આહારાદિના સંબંધમાં સંપૂર્ણ વર્ણન અસુરકુમારની સમાન જાણવું. પરંતુ વેદનામાં ભિન્નતા છે. જ્યોતિષી અને વૈમાનિકોમાં જે માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન થાય છે તે અલ્પવેદનાવાળા અને અમાયી સમ્યગ્દષ્ટિરૂપે જે ઉત્પન્ન થાય છે તે મહાવેદનાવાળા હોય છે. વિવેચન :
જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અસંજ્ઞી જીવો ઉત્પન્ન થતા નથી. તેથી તેમાં માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગુદષ્ટિ તે બે ભેદ કર્યા છે. તેમાં માયી મિથ્યાદષ્ટિને અલ્પવેદના અને અમાયી સમ્યગુદૃષ્ટિને મહાવેદના હોય છે. શેષ કથન અસુરકુમારની જેમ જાણવું. સલેશી આદિમાં સમાહારાદિ દશ પ્રશ્ન :| १९ सलेस्सा णं भंते ! णेरइया सव्वे समाहारगा?
ओहियाणं, सलेस्साणं, सुक्कलेस्साणं; एएसि णं तिण्हं एक्को गमो । कण्हलेस्साणं, णीललेस्साणं पि एक्को गमो- णवरं वेयणाए मायिमिच्छदिट्ठी उववण्णगाय, अमायिसम्मदिट्ठीउववण्णगा य भाणियव्वा । मणुस्सा किरियासु सराग-वीयराग-पमत्ता-ऽपमत्ता ण भाणियव्वा, काउलेस्साण वि एसेव गमो-णवरं-णेरइए जहा ओहिओ दंडओ तहा भाणियव्वा, तेउलेस्सा, पम्हलेस्सा जस्स अस्थि जहा ओहिओ दंडओ तहा भाणियव्वा । णवरं मणुस्सा सरागा, वीयरागा ण भाणियव्वा ।
दुक्खाउए उदिण्णे, आहारे कम्मवण्णलेस्सा य,
समवेयण समकिरिया, समाउए चेव बोधव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું લેશ્યાયુક્ત સર્વ નૈરયિકો સમાન આહારવાળા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ઔવિક[સામાન્ય જીવો], સલેશી અને શુક્લલશી જીવો, આ ત્રણેનો એક સરખો આલાપક છે. કૃષ્ણલેશી અને નીલલેશીનું વર્ણન પણ ઔધિકની સમાન કરવું. પરંતુ તેની વેદનામાં ભિન્નતા છે. માયી મિથ્યાદષ્ટિ–ઉપપત્રક અને અમાયી સમ્યગુદષ્ટિ ઉપપન્નકનું કથન કરવું જોઈએ તથા કૃષ્ણલેશી અને નીલલેશી મનુષ્યોમાં સરાગસંયત, વીતરાગસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત આદિ ભેદ ન કહેવા તથા કાપોતલેશી નૈરયિકોમાં ઔધિક દંડકની સમાન કથન કરવું. તેજોલેશી અને પાલેશી જીવોમાં પણ ઔથિક દંડકનીસમાન કથન કરવું. વિશેષતા એ છે કે તે મનુષ્યોમાં સરાગ અને વીતરાગનો ભેદ ન કરવો કારણ કે તેજોલેશી અને પદ્મલેશી મનુષ્ય સરાગી જ હોય છે.
ગાથાર્થ– દુઃખ[કર્મ અને આયુષ્ય ઉદીર્ણ હોય તો વેદાય છે. આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના,