________________
[ ૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧ |
आहारैति, अप्पतराए पोग्गले परिणामेंति, अप्पतराए पोग्गले उस्ससंति, अप्पतराए पोग्गले णीससति; आहच्च आहारेति, आहच्च परिणामेति, आहच्च उस्ससंति, आहच्च णीससंति; से तेणटेणं गोयमा! एवं वुच्चइ- णेरइया णो सव्वे समाहारा, णो सव्वे समसरीरा, णो सव्वे समुस्सास- णीसासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ નારકો સમાન આહારવાળા, સમાન શરીરવાળા તથા સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળા હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! આ અર્થ(વાત) શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સર્વ નારકો સમાન આહારવાળા, સમાન શરીરવાળા, સમાન ઉચ્છવાસ–નિશ્વાસવાળા નથી ?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિક જીવ બે પ્રકારના છે. મહાશરીરી અને અલ્પશરીરી–નાના શરીરવાળા.જે મહાશરીરી છે તે ઘણા પુદ્ગલોનો આહાર કરે છે, ઘણા પુદ્ગલોને પરિણાવે છે, ઘણા પુદ્ગલોને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે, ઘણા પુદ્ગલોને નિઃશ્વાસ રૂપમાં છોડે છે તથા તે વારંવાર આહાર કરે છે, વારંવાર તેને પરિણાવે છે, વારંવાર ઉચ્છવાસ–નિઃશ્વાસ લે છે. જે અલ્પશરીરી નારક છે, તે અલ્પ પુદગલોનો આહાર કરે છે, અલ્પ પગલોનું પરિણમન કરે છે, અલ્પ પદુગલોને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે, અલ્પ પુગલોને નિઃશ્વાસરૂપમાં છોડે છે. તે કદાચિત્ આહાર કરે છે, કદાચિત્ તેને પરિણમાવે છે, કદાચિત્ ઉચ્છવાસ નિઃશ્વાસ લે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે સર્વ નારકો સમાન આહારવાળા, સમાન શરીરવાળા, સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા હોતા નથી. | \ રડ્યાં અંતે ! સવ્વ સમજી ? રોયના !ો ફળદ્દે સમદ્દે !
से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा- पुव्वोववण्णगा य, पच्छोववण्णगा य । तत्थ णं जे ते पुववोववण्णगा ते णं अप्पकम्मतरागा, तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं महाकम्मतरागा, से तेणटेणं गोयमा जाव णो समकम्मा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ નારકો સમાન કર્મવાળા છે?
ઉત્તર- હે ગૌતમ! એ વાત શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે. પૂર્વોપપન્નક–પહેલા ઉત્પન્ન થયેલા અને પશ્ચાદુપપત્રક–પાછળથી ઉત્પન્ન થયેલા. તેમાંથી જે પૂર્વોપપત્રક છે તે અલ્પકર્મવાળા છે અને જે પશ્ચાદુપપત્રક