________________
[૪૨]
શ્રી સમવાયાંગ સૂત્ર
(૫) પ્રણીત ભોજન ત્યાગ– વિકારોત્પાદક ગરિષ્ટ ભોજન કરવું નહીં અથવા પ્રતિદિન વિગયયુક્ત સ્વાદિષ્ટ ભોજન કરવું નહીં. કરે તો સનેપાતવાળાને દૂધ-સાકરનું દાંત.જેમ સનેપાતના દર્દી માટે દૂધ, સાકર હાનિકારક છે, તેનાથી સનેપાત વધે છે. તેમ ગરિષ્ટ ભોજનથી સાધુની વૃત્તિઓ વિકૃત બને છે. રસેન્દ્રિયની આસક્તિથી કામવાસના જાગૃત થાય છે, તેથી સાધુઓ લુખો-સૂકો આહાર કરવાનું વધુ પસંદ કરે છે. () અતિમાત્ર ભોજન ત્યાગ- અતિમાત્રામાં આહાર કરવો નહીં, કરે તો શેરની તોલડી ને બશેરનું દણત. શેર પ્રમાણ પાત્રમાં બશેર વસ્તુ નાંખતા તે પાત્ર તૂટી જાય કે નાશ પામે છે અથવા વધારાની વસ્તુ ઢોળાય જાય છે, તેમ અધિક આહાર બ્રહ્મચારી માટે જોખમકારક છે. (૭) પૂર્વભોગ–અસ્મરણ– પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ કરવું નહીં. સ્મરણ કરે તો મુસાફરને છાસના વલોણાનું દષ્ટાંત. તે કથાનક આ પ્રમાણે છે– એકદા એક મુસાફર મુસાફરી દરમ્યાન એક ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. અત્યંત તૃષાતુર બનેલા મુસાફરે એક ડોસીને ત્યાં વલોણાની છાસ પીધી. તે મુસાફર છ મહિને પાછો આવ્યો, ત્યારે ડોસીએ કહ્યું, ભાઈ! તમે હજુ જીવો છો? ભાઈએ કહ્યું, કેમ શું થયું? ડોસીએ કહ્યું, તમે છ મહિના પહેલા મારા ઘેર આવ્યા ત્યારે છાસ પીધી હતી, તે છાસની દોણીમાં સર્પ હતો. તમે ગયા પછી મને ખબર પડી. મને એમ હતું કે તમે સર્પના વિષથી મિશ્રિત છાસથી મૃત્યુ પામી ગયા હશો. પેલા ભાઈને છ મહિના પહેલાની ઘટનાનું સ્મરણ થયું અને વિષમિશ્રિત છાસના સ્મરણથી છ મહિના પછી તેનું વિષ ચડ્યું અને તે ભાઈ મૃત્યુ પામ્યો.
તેમ વર્ષો પહેલા ભોગવેલા ભોગોનું સ્મરણ અબ્રહ્મચર્યના ભાવોને જાગૃત કરે છે અને સાધકના વર્તમાનના સાધુજીવનનો નાશ કરે છે. (૮) કામોદીપક શબ્દાદિ શ્રવણાદિ વર્જન (કડાયાન્તર શબ્દ શ્રવણાદિ વર્જન)- દિવાલ આદિના આંતરે રહીને સ્ત્રીના(સાધ્વીએ પુરુષના) શબ્દ, ગીત આદિ સાંભળવા નહીં કામોત્તેજક રૂપના દર્શન કરવા નહી , કામોત્તેજક ગંધાદિ સુંઘવા નહીં અથવા સ્ત્રી રહેતી હોય, ત્યાં એક ભીંતના આંતરે રહેવું નહીં, રહે તો લાખ, અગ્નિ અને મીણનું દષ્ટાંત. જેમ અગ્નિની સમીપે રહેલું લાખ કે મીણ ઓગળી જાય છે. તેમ એક ભીંતના આંતરે અર્થાતુ સ્ત્રીની સમીપે રહીને તેના શબ્દાદિ શ્રવણથી સાધકનો બ્રહ્મચર્યનો ભાવ ઓગળી જાય, સાધક સ્વમાર્ગથી ચલિત થઈ જાય છે. (૯) શાતાદનીયોદયે પ્રાપ્ત સુખ સાધનો-વિભૂષાદિનું પરિવર્જન- શરીર પર શોભા-વિભૂષા કરવી નહીં, કરે તો રાંકના હાથમાં રત્નનું દત. રાંક-દીન પુરુષ રત્નના મૂલ્યને સમજતો ન હોવાથી રત્નને વેડફી નાંખે અથવા ખોઈ નાંખે છે. તે રત્નનું અવમૂલ્યાંકન કરે છે, તેમ સાધકો શરીર પર શોભા-વિભૂષા કરીને આત્માનું અવમૂલ્યાંકન કરે છે.
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન-૧૬માં બ્રહ્મચર્યના દસ સમાધિ સ્થાનનું, શ્રી ઠાણાંગ સુત્ર અને પ્રસ્તુત સમવાયાંગ સૂત્રમાં નવ બ્રહ્મચર્યની ગુપ્તિનું તથા આવશ્યક વૃત્તિ વગેરે ગ્રંથોમાં બ્રહ્મચર્યની સદષ્ટાંત