________________
શ
น์
Q
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
જે ગુરુદેવે મને માનવતારૂપી મંડપમાં સ્થિરતારૂપ સોફા ઉપર બેસાડી,
મ
સમજણની સાવરણી આપી,
વિષય કષાયના થરાને દૂર કરવાનું શિખડાવી,
અનાદિની મારી ઊંઘ ઉડાડી,
પ્રમાદની પથારી છોડાવી,
જીવનમાં ચારિત્રની ચાંદની ચમકાવી, સેવાના સ્વાંગ સજાવી, વિનયના વસ્ત્રો પહેરાવી, મારા હૃદય રૂપી વીંટીંમાં નમ્રતાનું નંગ પહેરાવી, સ્વ – પર કલ્યાણનું કાર્ય કરતાં શીખવ્યું. એવા મારા ઘટ ઘટમાં પ્રાણ પુરનારા સદ્ગુરુદેવ બા. બ્ર. સૌરાષ્ટ્ર કેસરી
પૂ. પ્રાણલાલજી મ. સા. ના સ્મૃતિરૂપ કર કમલોમાં મારા સમવાયાંગ સૂત્રના અનુવાદનું અર્ધ્ય ધરાવું છું.
પૂ. મુકત - લીલમ સુશિષ્યા સાધ્વી વનિતા