________________
આ આગમ સેવાનો આદેશ પૂ. "મુક્ત-લીલમ" ગુણી મૈયા પાસેથી મળતાં મેં સહર્ષ આજ્ઞા શિરોધાર્ય કરી. દીર્ઘકાલીન ઉગ્ર તપજપ સાધનાના ૧૦૦૮ અઠ્ઠમ, પોલા અટ્ટમના અભિગ્રહ સાથે લખાવાનું કાર્ય પ્રારંભ કર્યું અને માત્ર બે મહિનામાં અનુવાદનું કાર્ય મારા ક્ષયોપશમ અનુસાર પૂર્ણ કરેલ છે. સમવાયાંગ સૂત્રનું આ લખાણ પૂર્ણ થયા પછી તેને સાહિત્યની તથા વ્યાકરણની દૃષ્ટિથી તપાસવાનું કાર્ય સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલ કુંકાવાવ ગામના ઉ.મા. વિભાગના મશિ. વાલજીભાઈ બગસરિયા સાહેબ જે જ્ઞાતિએ પટેલ હોવા છતાં જૈન ધર્મને સ્વીકારી તપ સાધનામાં જોડાયેલ છે. તેઓ રાજકોટ મુકામે પૂ. ઉષાબાઈ મ. ના દર્શને આવેલા અને તેમને આગમ તપાસવાની વાત કરી તો તેમણે સહર્ષ સ્વીકારી લીધી. માત્ર બે મહિનાના ટૂંકા સમયમાં તેમણે મારા આગમને સાહિત્યની દૃષ્ટિથી તપાસી ફેરકોપી કરી આપેલ અને આગમને અનેરો ઓપ આપ્યો છે, તે બદલ હું તેમની ઋણી છું. તેમજ મારી દીર્ઘ તપસ્યાને લક્ષમાં લઈને મારા ગુરુ ભગિનીઓ તથા તેમની શિષ્યાઓએ આગમના લેખનનું પ્રુફ રીડીંગનું કાર્ય પોતે પોતાના શિરે હાથ ધર્યું અને પ્રુફ રીડીંગની જવાબદારીથી મને મુક્ત કરેલ કરી માટે આ પ્રસંગે હું તે સર્વની ઋણી હોવાથી તે દરેકનો આભાર માનું છું. આ અનુવાદ કાર્યમાં પૂર્વ પ્રકાશિત થયેલ સમવાયાંગ સૂત્રોનો આધાર લીધેલ છે. જેમાં મુખ્યત્વે વ્યાવરથી પ્રકાશિત પૂજ્ય યુવાચાર્ય શ્રી મધુકર મુનિજીના અને લાડનૂથી પ્રકાશિત પ્રકાશિત આચાર્ય તુલસી તથા યુવાચાર્ય મહાપ્રાજ્ઞના સમવાયાંગ સૂત્રનો ખૂબ જ ઉપયોગ કર્યો છે, માટે તે સંપાદકો અને પ્રકાશકોનો પણ હૃદયથી આભાર માનું
આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા.એ શાસ્ત્રના સંપાદનનું કાર્ય કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલ છે. પૂરેપૂરો સહયોગ આપી ખુબ જ પરિશ્રમ સાથે અપ્રમત્તદશાથી આ મારા આગમને સૈદ્ધાત્તિક દૃષ્ટિથી તપાસી આગમને અનેરો ઓપ આપેલ છે. તે બદલ તેમની પણ હું ઋણી છું. મારા તેમને લાખ લાખ વંદન. ભાવયોગિની મમ ગુણી મૈયા પૂ. લીલમબાઈ મ. એ મારા લખેલા આ સમવાયાંગ સૂત્રને ખૂજ જીણવટભરી દૃષ્ટિથી જોઈને મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે. તેમના શ્રી ચરણોમાં મારી કોટી કોટી વંદના.
|
46