________________
છે. સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય નેમિચંદ્રજીએ લખેલ છે કે તેમાં જીવ આદિ પદાર્થોનું સાદશ્ય સામાન્યથી નિર્ણય લેવામાં આવેલ છે. તેથી તેનું નામ 'સમવાય" છે. વિષય વસ્તુ :– નંદીસૂત્રમાં સમવાયાંગની વિષય સૂચી છે, તે આ પ્રમાણે છે.
(૧) જીવ–અજીવ, લોક–અલોક તેમજ સ્વસમય પરસમયનો સમવતાર
(૨) એકથી લઈને સો સંખ્યા સુધીનો વિકાસ છે.
(૩) દ્વાદશાંગ ગણિપિટકનો પરિચય.
પ્રસ્તુત આગમમાં સમવાયાંગ સૂત્રની વિષય સૂચી પણ આપેલ છે. તે આ પ્રમાણે છે—
(૧) જીવ–અજીવ, લોક–અલોક, સ્વ સમય અને પરસમયનું સમવતાર છે.
(૨) એકથી સો સંખ્યા સુધીના વિષયોના વિકાસ.
(૩) દ્વાદશાંગી ગણિપિટકનું વર્ણન (૪) આહાર (૫) ઉચ્છ્વાસ (૬) લેશ્યા (૭) આવાસ (૮) ઉપપાત (૯) ચ્યવન (૧૦) અવગાહ (૧૧) વેદના (૧૨) વિધાન (૧૩) ઉપયોગ (૧૪) યોગ (૧૫) ઈન્દ્રિય (૧૬) કષાય (૧૭) યોનિ (૧૮) કુલકર (૧૯) તીર્થંકર (૨૦) ગણધર (૨૧) ચક્રવર્તી (૨૨) બલદેવ–વાસુદેવ.
આચાર્ય દેવવાચકનું સમવાયાંગ અને આ પ્રસ્તુત આગમ આમ બંનેની આપેલ વિષય સૂચીઓનું ઊંડાણથી અધ્યયન કરવા પર આ સ્પષ્ટ પરિજ્ઞાત—જાણપણું થાય છે કે નંદીસૂત્રમાં જે આગમ વિષયોની સૂચી આવેલ છે તે ખૂબ જ સંક્ષિપ્ત છે અને સમવાયાંગમાં જે વિષય સૂચી છે તે ઘણી જ વિસ્તૃત છે. નંદી અને સમવાયાંગમાં સો સુધી એકથી એક વધતી જતી વૃદ્ધિ થાય છે, એવું સ્પષ્ટ સંકેતથી કહેલ છે. પરંતુ તેમાં અનેકોત્તરિકા વૃદ્ધિનો નિર્દેશ કરેલ નથી. નંદીચૂર્ણિમાં જિનદાસગણિ મહત્તરે, નંદી હરિભદ્રીયા વૃત્તિમાં આચાર્ય હરિભદ્રે અને નંદીની વૃત્તિમાં આચાર્ય મલયગિરિએ અનેકોત્તરિકા વૃદ્ધિનો કોઈ પણ સંકેત કરેલ નથી. આચાર્ય અભયદેવે સમવાયાંગ વૃત્તિમાં અનેકોત્તરિકા વૃદ્ધિનો ઉલ્લેખ કરેલ છે. આચાર્ય અભયદેવના મત અનુસાર સો સુધી એકોત્તરિકા વૃદ્ધિ હોય છે અને તેના પછી અનેકોત્તરકા વૃદ્ધિ હોય છે. વિદ્વાનોનો એવો અભિમત છે કે વૃત્તિકારના સમવાયાંગના વિવરણના આધાર પર આ ઉલ્લેખ કરેલ
36