________________
૩૬૦
શ્રી સમવાયાંગ સૂત્ર
आगमिस्साण होक्खंति, धम्मतित्थस्स देसगा ।।९५।।
ભાવાર્થ :- આ જંબદ્વીપનામના દ્વીપના ઐરવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીકાળમાં ચોવીસ તીર્થકરો થશે, યથા– (૧) સુમંગલ (૨) સિદ્ધાર્થ (૩) નિર્વાણ (૪) મહાયશ (૫) ધર્મધ્વજ. આ અરિહંત ભગવંત આગામી કાળમાં થશે. પુનઃ (૬) શ્રીચંદ્ર (૭) પુષ્પકેતુ (૮) મહાચંદ્ર કેવળી અને (૯) શ્રુતસાગર અરિહંત થશે. પુનઃ (૧૦) સિદ્ધાર્થ (૧૧) પૂર્ણઘોષ (૧૨) મહાઘોષ કેવળી અને (૧૩) સત્યસેન અરિહંત હશે. (૧૪) સૂરસેન અરિહંત (૧૫) મહાસેન કેવળી (૧૬) સર્વાનંદ અને(૧૭) દેવપુત્ર અરિહંત થશે ત્યાર પછી (૧૮) સુપાર્થ (૧૯) સુવ્રત અરિહંત (૨૦) સુકોશલ અરિહંત અને (ર૧) અનંતવિજય અરિહંત આગામી કાળમાં થશે. ત્યાર પછી (રર) વિમલ અરિહંત, ત્યાર પછી (૨૩) મહાબલ અરિહંત અને પછી (ર૪) દેવાનંદ અરિહંત આગામી કાળમાં થશે. આ ઉપર કહેલા ચોવીસ તીર્થકર કેવળી ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં ધર્મતીર્થની દેશના કરનારા થશે. ४४ जंबुद्दीवे णं दीवे एरवए वासे आगमिस्साए उस्सप्पिणीए बारस चक्कवट्टिणो भविस्सति, बारस चक्कवट्टिपियरो भविस्सति, बारस मायरो भविस्संति, बारस इत्थीरयणा भविस्संति, णव बलदेव-वासुदेवपियरो भविस्संति, णव वासुदेवमायरो भविस्संति, णव बलदेवमायरो भविस्सति । णव दसारमंडला भविस्संति, उत्तमा पुरिसा मज्झिमपुरिसा पहाणपुरिसा जाव दुवे दुवे राम-केसवा भायरो, भविस्संति, णव पडिसत्तू भविस्संति, णव पुव्वभवणामधेज्जा, णव धम्मायरिया, णव णियाणभूमीओ, णव णियाणकारणा एयाए एरवए आगमिस्साए भाणियव्वा ।
ભાવાર્થ :- આ જંબુદ્વીપનામના દ્વીપના ઐરવતવર્ષમાં ઉત્સર્પિણી કાળમાં આગામી બાર ચક્રવર્તી હશે, બાર ચક્રવર્તીઓના બાર પિતાઓ, બાર માતાઓ હશે, બાર સ્ત્રી રત્નો હશે. નવ બલદેવ અને નવ વાસુદેવોના નવપિતાઓ હશે, નવ વાસુદેવોની માતાઓ હશે, નવ બલદેવોની માતાઓ હશે. નવ દશામંડલ થશે, જે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રધાન પુરુષ યાવતુ સર્વાધિક રાજતેજ રૂ૫ લહમીથી દેદીપ્યમાન રામ-કેશવ (બલદેવ-વાસુદેવ) બે બે ભાઈ–ભાઈ હશે. તેઓના નવ પ્રતિશત્રુઓ થશે, તેઓના નવ પૂર્વભવોનાં નામ થશે, તેઓના નવ ધર્માચાર્યો થશે, તેઓની નવ નિદાન ભૂમિઓ થશે, નિદાનનાં નવ કારણ થશે. આ રીતે આ બધા આગામી ઉત્સર્પિણીકાળમાં ઐરાવત ક્ષેત્રમાં થશે વગેરે કથન કરવું જોઈએ.
४५ एवं दोसु वि आगमिस्साए भाणियव्वा ।
ભાવાર્થ :- આ પ્રમાણે ભરત અને ઐરાવત, આ બન્ને ક્ષેત્રોમાં આગામી ઉત્સર્પિણીકાળમાં થનારા વાસુદેવ આદિનું કથન કરવું જોઈએ.