________________
અતીત-અનાગતકાલિક મહાપુરુષો
અધીનતા સ્વીકાર કરનાર પર વાત્સલ્ય ભાવ રાખતા હતા, શરણમાં આવનારના રક્ષક હતા. વજ, સ્વસ્તિક, ચક્ર, આદિ લક્ષણોથી અને તલ, મશા, આદિ વ્યંજનોના ગુણોથી સંયુક્ત હતા, શરીરનાં માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ હતા. તે માપ આ પ્રમાણે છે. પાણીથી ભરેલા દ્રોણ (નાવ)માં બેસીને તેમાંથી બહાર નીકળતું પાણી જો દ્રોણ (માપ વિશેષ) પ્રમાણ હોય તો તે પુરુષ 'માન' પ્રાપ્ત કહેવાય છે. તુલા (ત્રાજવું) પર બેઠેલા પુરુષનું વજન અર્ધભાર પ્રમાણ હોય તો તે પુરુષ 'ઉન્માન' પ્રાપ્ત કહેવાય છે. શરીરની ઊંચાઈ પોતાના આંગળથી જો એકસો આઠ આંગળ હોય તો તે પ્રમાણ પ્રાપ્ત કહેવાય છે.] તેઓ જન્મ જાત સર્વાંગ સુંદર શરીરના ધારક હતા. ચંદ્રજેવા સૌમ્ય આકારવાળા, કાંત અને પ્રિયદર્શી હતા. 'અમસૃષ્ણ' (અમર્ષણા)અર્થાત્ કર્તવ્ય પાલનમાં આળસ રહિત(કર્મઠ) હતા. ઉદ્દંડ પુરુષો પર પ્રચંડ દંડનીતિના ધારક હતા, ગંભીર અને દર્શનીય હતા.
૩૫૧
બલદેવ તાલવૃક્ષના ચિહ્નવાળી ધ્વજાવાળા અને વાસુદેવ ગરુડના ચિહ્નવાળી ધ્વજાના ધારક હતા. તેઓ કાન સુધી મહાધનુષ ચઢાવનારા હતા, મહાસત્ત્વ (બલ)ના સાગર હતા, રણભૂમિમાં તેના પ્રહારનો સામનો કરવો અશક્ય હતો. તેઓ મહાન ધનુષ્યોના ધારક હતા. પુરુષોમાં ઘીર વીર હતા, યુદ્ધોમાં પ્રાપ્ત કીર્તિના ધારક પુરુષ હતા, વિશાળ કુળોમાં ઉત્પન્ન થયેલા હતા, મહારત્ન, વજ (હીરા)ને પણ અંગૂઠા અને તર્જની (ટચલી આંગળીની બાજુની) આ બે આંગળીઓથી ચૂર્ણ કરી દેતા હતા. અર્ધા ભરતક્ષેત્રના અર્થાત્ ત્રણ ખંડના સ્વામી હતા, સૌમ્ય સ્વભાવી હતા, રાજકુળો અને રાજવંશોના તિલક હતા, અજિત હતા અર્થાત્ કોઈથી ન જીતાય તેવા હતા અને અજેય રચવાળા હતા,
બલદેવ હળ, મુશળના ધારક હતા તથા વાસુદેવ કણક-શારંગ ધનુષ,પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદી ગદા, શકિત અને નંદકનામના ખડ્ગના ધારક હતા. પ્રવર, ઉજ્જવલ, સુકાંત, વિમલ કૌસ્તુભ મણિયુક્ત મુકુટના ધારક હતા. તેમનું મુખ કુંડળોમાં લગાવેલા મણિઓના પ્રકાશથી યુક્ત (રહેતું) હતું, કમળ જેવા નેત્રવાળા હતા, કંઠથી લઈને વક્ષઃસ્થલ સુધી એકાવલી હાર શોભિત હતા. તેમનું વક્ષઃસ્થલ શ્રીવત્સના સુલક્ષણથી ચિહ્નિત હતું. તે વિશ્વ વિખ્યાત યશવાળા હતા. દરેક ઋતુઓમાં ઉત્પન્ન થનારા, સુગંધિત પુષ્પોથી બનાવેલી, લાંબી, શોભાયુક્ત, કાંત, વિકસિત, પંચવર્ણી શ્રેષ્ઠ માળાથી તેમનું વક્ષઃસ્થળ હંમેશાં શોભાયમાન રહેતું હતું. તેમનું સુંદર અંગ, પ્રત્યંગ, એકસો આઠ પ્રશસ્ત લક્ષણોથી સંપન્ન હતું. તે મદમત્ત ગજરાજ હાથીની સમાન લલિત, વિક્રમ અને વિલાસયુક્ત ગતિવાળા હતા. શરદ ઋતુના નવ ગરવ, કૌંચ પક્ષીના નિર્દોષ અને દુદુભિનાદ સમાન મધુર, ગંભીર સ્વરવાળા હતા. બલદેવ ટિસૂત્રવાળા નીલ કૌશેયક વસ્ત્રથી તથા વાસુદેવ કટિસૂત્રવાળા પીત પીળા કૌશેયક વસ્ત્રથી યુક્ત રહેતા હતા અર્થાત્ બલદેવની કમ્મર ઉપર નીલ રંગનો તથા વાસુદેવની કમ્મર ઉપર પીળા રંગનો દુપટ્ટો હંમેશાં બાંધેલો રહેતો હતો. તેઓ પ્રકૃષ્ટ દીપ્તિ અને તેજથી યુક્ત હતા, પ્રબળ બલશાળી હોવાથી તેઓ મનુષ્યોમાં સિંહ સમાન હોવાથી નરસિંહ, મનુષ્યોના પતિ હોવાથી નરપતિ, પરમ ઐશ્વર્યશાળી હોવાથી નરેન્દ્ર તથા સર્વશ્રેષ્ઠ હોવાથી નરવૃષભ કહેવાતા હતા, પોતાના કાર્યભારને પૂર્ણરૂપથી નિર્વાહ કરવાના કારણે તે મરુજ-વૃષભકલ્પ હતા અર્થાત્ મરુસ્થલીના ધીરી બળદ સમાન હતા. અન્ય રાજા-મહારાજાઓથી અધિક રાજતેજ રૂપ લક્ષ્મીથી દેદીપ્યમાન હતા. આ રીતે નીલ વસ્ત્રવાળા નવ રામ (બલદેવ) અને પીત