________________
દ્વાદશાંગ ગણિપિટક
| ૨૮૧ |
બોધિલાભ, ધર્માચાર્યની સમીપે અભિગમન યોગ્ય પાંચ અભિગમ, સમ્યકત્વની વિશુદ્ધિ, મૂલગુણ અને ઉત્તરગુણોમાં સ્થિરતા, તેના અતિચાર, સ્થિતિ-વિશેષ, (ઉપાસક પર્યાયનું કાલ પ્રમાણ) પ્રતિમાઓનું ગ્રહણ, તેનું પાલન, ઉપસર્ગોને સહેવા અથવા નિરુપસર્ગપરિપાલન, અનેક પ્રકારનાં તપ, શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ અને અપશ્ચિમ મારણાંતિક સંખના ઝૂસણા, (સેવના)થી આત્માને યથાવિધિ ભાવિત કરીને ઘણા સમયનાં ભોજનને અનશન તપથી છેદન કરીને, ઉત્તમ શ્રેષ્ઠ દેવ વિમાનોમાં ઉત્પન્ન થઈને, જે પ્રકારથી તેઓ તે ઉત્તમ વિમાનોમાં અનુપમ ઉત્તમ સુખોનો અનુભવ કરે છે, તેને ભોગવીને આયુષ્ય ક્ષય થાય ત્યારે ત્યાંથી નીકળીને, મનુષ્યમાં ઉત્પન્ન થઈને અને જિનમતમાં બોધિને પ્રાપ્ત કરીને તથા ઉત્તમ સંયમ ધારણ કરીને તમોરજ (અજ્ઞાન અંધકાર સ્વરૂપ પાપ રજ)ના સમૂહથી વિપ્રમુક્ત થઈને, અક્ષય શિવ સુખને પ્રાપ્ત થઈને સર્વ દુઃખોથી રહિત થાય છે, તે દરેકનું અને તેના જેવા બીજા અન્ય પણ અનેક અર્થોનું આ ઉપાસકદશાંગસૂત્રમાં વિસ્તારથી વર્ણન છે.
આ ઉપાસકદશા સૂત્રમાં પરિત્ત વાચનાઓ, સંખ્યાત અનુયોગ દ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે.
અંગ સૂત્રોમાં ઉપાસકદશા સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયન છે, દશ ઉદ્દેશન કાલ છે, દશ સમુદ્દેશન કાલ છે, પદ ગણનાની અપેક્ષા સંખ્યાત લાખ પદ છે, સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત એટલે હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે, દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર – તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ–મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવી છે. આ સાતમા અંગ ઉપાસકદશાંગનો પરિચય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાતમા અંગ ઉપાસકદશાંગસૂત્રનો સંક્ષિપ્ત પરિચય છે. શ્રમણ અર્થાત્ સાધુઓની સેવા કરનારને શ્રમણોપાસક કહેવાય છે, તેને જ ઉપાસક અથવા શ્રાવક પણ કહેવાય છે. દસ અધ્યયનોના સંગ્રહને દશા કહેવાય છે આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના દસ વિશિષ્ટ શ્રાવકોનું વર્ણન હોવાથી તેનું નામ ઉપાસકદશા છે. આ સૂત્રના દસ અધ્યયન પૈકી પ્રત્યેક અધ્યયનમાં એક એક શ્રાવકના લૌકિક અને લોકોત્તર વૈભવનું વર્ણન તથા ઉપાસકોના અણુવ્રત અને શિક્ષાવ્રતનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
અહીં પ્રશ્ન થાય છે કે- ભગવાન મહાવીરને તો એક લાખ ઓગણસાઠ હજાર(૧,૫૯,૦૦૦) બાર વ્રતધારી શ્રાવક હતા. તો પછી ફક્ત દસ શ્રાવકોનું વર્ણન કેમ છે? તેનો ઉત્તર આ પ્રમાણે છેસુત્રકારોએ જે શ્રાવકોના લૌકિક અને લોકોત્તરિક જીવનમાં સમાનતા જોઈ તેઓનો જ ઉલ્લેખ આ સુત્રમાં