________________
૨૩ર |
શ્રી સમવાયાંગ સૂત્ર
નેવુંમું સમવાય :२० सीयले णं अरहा णउई धणूई उ8 उच्चत्तेणं होत्था । अजियस्स णं अरहओ णउई गणा णउइं गणहरा होत्था । एवं संतिस्स वि । सयंभुस्स णं वासुदेवस्स णउइवासाई विजए होत्था । सव्वेसिं णं वट्टवेयड्ड पव्वयाणं उवरिल्लाओ सिहरतलाओ सोगंधियकण्डस्स हेट्ठिल्ले चरमंते एस णं णउइजोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ :- શીતલ અરિહંત નેવું ધનુષ ઊંચા હતા. અજિત અરિહંતના નેવું ગણ અને નેવું ગણધર હતા. એવી રીતે શાંતિનાથ જિનેશ્વરના નેવું ગણ અને નેવું ગણધર હતા. સ્વયંભૂ વાસુદેવે નેવું વર્ષમાં પૃથ્વીનો વિજય કર્યો હતો. દરેક વૃત્ત વૈતાઢય પર્વતોના ઉપરી શિખરથી સૌગન્ધિક કાંડના ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર નેવું સો (૯૦૦૦) યોજન છે. વિવેચન :
રત્નપ્રભાપૃથ્વીના સમતળથી સૌગન્ધિક કાંડ આઠ હજાર યોજન છે અને દરેક વૃત્તવૈતાઢય પર્વત એક હજાર યોજન ઊંચા છે, બન્નેને જોડવાથીનવહજાર અર્થાતુ નેવુંસો (૮000+1000 = ૯૦૦૦) યોજનનું અંતર થઈ જાય છે.
સમવાય-૮૧ થી ૯૦ સંપૂર્ણ