________________
[ ૧૫૦ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ – જે દુષ્ટાત્મા અનેક ભવ્ય જીવોને ન્યાયમાર્ગ(સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન સમ્યક્યારિત્રરૂપ મોક્ષ માર્ગ)થી ભ્રષ્ટ કરે છે, ન્યાય માર્ગની દ્રષપૂર્વક નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ વીસમું મહામોહ બંધસ્થાન છે.
आयरिय-उवज्झाएहिं, सुयं विणयं च गाहिए ।
ते चेव खिसइ बाले, महामोहं पकुव्वइ ।।२४।। ભાવાર્થ - જે વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાય પાસેથી શ્રુત અને આચાર પ્રાપ્ત કર્યા હોય, તેની જ આજ્ઞાની અવહેલના(નિંદા) કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ એકવીસમું મહામોહ બંધ સ્થાન છે.
आयरिय-उवज्झायाणं, सम्म णो पडितप्पइ ।
अप्पडिपूयए थद्धे, महामोह पकुव्वइ ।।२५।। ભાવાર્થ :- જે અભિમાની વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાયની સારી રીતે સેવા કરતા નથી, તેમનો આદર-સત્કાર કરતા નથી, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બાવીસમું મહામોહ બધસ્થાન છે.
अबहुस्सुए य जे केई, सुएणं पविकत्थइ ।
सज्झायवाय वयइ, महामोह पकुव्वइ ।।२६।। ભાવાર્થ :- બહુશ્રત ન હોવા છતાં જે વ્યક્તિ સ્વયંને બહુશ્રુત, સ્વાધ્યાયી, અને શાસ્ત્રોના રહસ્યોના જાણકાર કહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રેવીસમું બંધ સ્થાન છે.
अतवस्सीए य जे केई, तवेणं पविकत्थइ ।
વ્રતોયારે તે, મહામો પશુ ારા ભાવાર્થ :- તપસ્વી ન હોવા છતાં વ્યક્તિ સ્વયંને તપસ્વી કહે છે તે આ વિશ્વમાં સૌથી મોટો ચોર છે. આવી મિથ્યા આત્મશ્લાઘા કરનારા મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોવીસમું મહામોહ બંધ સ્થાન છે.
साहारणट्ठा जे केई, गिलाणम्मि उवट्ठिए । पभू ण कुणइ किच्चं, मज्झं पि से ण कुव्वइ ।।२८।। सढे णियडीपण्णाणे, कलुसाउलचेयसे ।
अप्पणो य अबोही य, महामोह पकुव्वइ ।।२९।। ભાવાર્થ - અન્યની સેવા માટે પોતે સમર્થ હોવા છતાં જે વ્યક્તિ તેણે મારી સેવા કરી નથી અથવા