________________
સત્યાવીસ સમવાય
૧૩૫
વેચાણસ્મત્ત વંધોવરયસ... વેદક સમ્યકત્વના બંધથી ઉપરત જીવોને મોહનીય કર્મની સત્યાવીસ પ્રકૃતિ સતામાં હોય છે.
ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ પૂર્વે ક્ષાયોપથમિક સમ્યકત્વના છેલ્લા સમયને અથાતુ સમકિત મોહનીય કર્મના છેલ્લા પુદગલોનું વેદન થતું હોય તેને વેદક સમક્તિ કહે છે. દર્શનમોહનીયકર્મની ત્રણ પ્રકૃતિઓમાંથી બંધ યોગ્ય એક મિથ્યાત્વ મોહનીયકર્મ જ છે. સમકિત મોહનીયનો બંધ થતો નથી. મિથ્યા મોહનીયના દલિકો જ શુદ્ધ થાય, ત્યારે તે સમ્યકત્વ મોહનીય કર્મ કહેવાય છે.
આ સૂત્રમાં 'વેદક સમ્યકત્વનો બંધ' શબ્દ પ્રયોગ છે પણ તેનો અર્થ મિથ્યાત્વ મોહનીયનો બંધ અને તેનાથી ઉપરત અર્થાતુ મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ વિચ્છેદ થાય તેમ સમજવું જોઈએ. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ પૂર્વેની એક સમયની સ્થિતિમાં મિથ્યાત્વ મોહનીય કર્મપ્રકૃતિની સત્તા પણ સમાપ્ત થઇ જાય છે, તેથી વેદક સમકિતની સ્થિતિમાં જીવને મિથ્યાત્વ મોહનીય ને છોડીને મોહનીયકર્મની શેષ સત્યાવીસ પ્રકૃતિ સત્તમાં હોય છે. |४ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं सत्तावीसं पलिओवमाई ठिई पण्णत्ता । अहेसत्तमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं सत्तावीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं सत्तावीसं पलिओवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं सत्तावीसं पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આરત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ સત્યાવીસ પલ્યોપમની છે. અધસપ્તમ અર્થાત સાતમી મહાતમપ્રભા નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ સત્યાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સત્યાવીસ પલ્યોપમની છે. સૌધર્મ–ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ સત્યાવીસ પલ્યોપમની છે.
५ मज्झिम-उवरिमगेवेज्जयाणं देवाणं जहण्णेणं सत्तावीसं सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा मज्झिममज्झिम गेवेज्जयविमाणेसु देवत्ताए उववण्णा, तेसि णं देवाणं उक्कोसेणं सत्तावीसं सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा सत्तावीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णीससंति वा । तेसि णं देवाणं सत्तावीसं वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- મધ્યમ ઉપરિમ (છઠ્ઠા) રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ સત્યાવીસ સાગરોપમની છે. જે દેવ મધ્યમ– મધ્યમ (પાંચમા) રૈવેયક વિમાનોમાં દેવરૂપેથી ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્યાવીસ સાગરોપમની છે. તે દેવ સત્યાવીસ અર્ધ માસે (સાડા તેર મહિને) આન–પ્રાણ, ઉચ્છવાસ લે