________________
સત્યાવીસમું સમવાય
૧૩૩
સત્યાવીસમું સમવાય -
(PP/EP|||FP||||P//
પરિચય :
આ સમવાયમાં સત્યાવીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, યથા – સાધુઓના સત્યાવીસ ગુણો, નક્ષત્ર મહિનાના સત્યાવીસ દિવસ, વેદક સમ્યક્ત્વના બંધ રહિત જીવની મોહનીય કર્મની સત્યાવીસ પ્રકૃતિઓ, શ્રાવણ સુદી સાતમના દિવસે સત્યાવીસ અંગુલની પૌરુષીય છાયા તેમજ નારકી અને દેવોની સત્યાવીસ પલ્યોપમ તથા સત્યાવીસ સાગરોપમની સ્થિતિનું વર્ણન છે અને સત્યાવીસ ભવ કરી મોક્ષ જનારા જીવોનો ઉલ્લેખ છે.
१
सत्तावीसं अणगारगुणा पण्णत्ता, तं जहा- १. पाणाइवायाओ वेरमणं २. मुसावायाओ वेरमणं ३. अदिण्णादाणाओ वेरमणं ४. मेहुणाओ वेरमणं ५. परिग्गहाओ वेरमणं ६. सोइंदियणिग्गहे ७. चक्खिदियणिग्गहे ८. घाणिदियणिग्गहे ९. जिब्भिदियणिग्गहे १०. फासिंदियणिग्गहे ११. कोहविवेगे १२. माणविवेगे १३. मायाविवेगे १४. लोभविवेगे १५. भावसच्चे १६. करणसच्चे १७. जोगसच्चे १८. खमा १९. विरागया २०. मणसमाहारणया २१. वयसमाहारणया २२. कायसमाहारणया २३. णाणसंपण्णया २४. दंसणसंपण्णया २५. चरित्तसंपण्णया २६. वेयणा अहियासणया २७. मारणंतिय अहियासणया ।
ભાવાર્થ :- સાધુઓના સત્યાવીસ ગુણ છે, જેમ કે– ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪. મૈથુન વિરમણ ૫. પરિગ્રહ વિરમણ ૬. શ્રોતેન્દ્રિય નિગ્રહ ૭. ચક્ષુરિન્દ્રિય નિગ્રહ ૮. ઘ્રાણેન્દ્રિય નિગ્રહ ૯. રસેન્દ્રિય નિગ્રહ ૧૦. સ્પર્શેન્દ્રિય નિગ્રહ ૧૧. ક્રોધ વિવેક ૧૨.માન વિવેક ૧૩. માયા વિવેક ૧૪. લોભ વિવેક ૧૫. ભાવ સત્ય ૧૬. કરણ સત્ય ૧૭. યોગ સત્ય ૧૮. ક્ષમાવંત ૧૯.વૈરાગ્યવંત ૨૦. મન:સમાધારણતા ૨૧. વચનસમાધારણતા ૨૨. કાયસમાધારણતા ૨૩. જ્ઞાન સંપન્નતા ૨૪. દર્શન સંપન્નતા ૨૫. ચારિત્ર સંપન્નતા ૨૬. વેદના સહનતા અને ૨૭. મારણાંતિક કષ્ટ સહનતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અણગાર, શ્રમણોના ૨૭ ગુણોનું વર્ણન છે. તેમાં (૧થી ૫)પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત મૂલગુણ રૂપ છે, શેષગુણો ઉત્તર ગુણ રૂપ છે. (થી ૧૦)પાંચે ય ઈન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કરવો અર્થાત્ તેની ઉચ્છંખલ પ્રવૃત્તિને રોકવી, તેમાં રાગ–દ્વેષ ન કરવા,(૧૧થી ૧૪)ક્રોધાદિ ચારે