________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક ૧
ગૃહો, પર્વતો, પર્વતોની નજીકના સ્થાનો, ભવનો-ગૃહો વગેરે સ્થાનોમાં કે જ્યાં જૂના વિશાળ મહાનિધાનો(ભંડારો) દટાયેલા છે, જેના સ્વામીનું મૃત્યુ થઈ ગયું છે, જેના માર્ગ પ્રાયઃ નષ્ટ થઈ ગયા છે, જેના નામ અને સંકેત પ્રાયઃ વિસ્મૃત થઈ ગયા છે અને જેના કોઈ વારસદાર નથી, તેવા ધન ભંડારો જોઈને, તેઓ પોતાની પ્રાથમિક ક્ષણોમાં જ યુભિત થઈ જાય છે.
આ પાંચ કારણોથી અવધિદર્શન પોતાની પ્રાથમિક ક્ષણોમાં જ વિચલિત થઈ જાય છે. | १७ पंचहिं ठाणेहिं केवलवरणाणदंसणे समुप्पज्जिउकामे तप्पढमयाए णो खंभाएज्जा, तं जहा- अप्भूतं वा पुढवि पासित्ता तप्पढमयाए णो खंभाएज्जा । सेसं तहेव जाव भवणगिहेसु सण्णिक्खित्ताई चिट्ठति, ताई वा पासित्ता तप्पढमयाए णो खंभाएज्जा ।
इच्चेएहिं पंचहिं ठाणेहिं केवलवरणाणदसणे समुप्पज्जिउकामे तप्पढ मयाए णो खंभाएज्जा। ભાવાર્થ :- તત્કાળ ઉત્પન્ન થયેલું કેવળજ્ઞાન-કેવળદર્શન પાંચ કારણે પોતાની પ્રારંભિક ક્ષણોમાં કે પછીની કોઈ પણ ક્ષણોમાં ક્યારે ય નષ્ટ થતું નથી, તે આ પ્રમાણે છે
(૧) જળમય પૃથ્વીને જોઈ તે પ્રાથમિક ક્ષણોમાં નષ્ટ થતું નથી. તે જ રીતે () કંથવા આદિથી વ્યાપ્ત પુથ્વીને જોઈને (૩) વિશાળકાય મહોરગને જોઈને (૪) મહર્થિક દેવને જોઈને (૫) વાવત ભવનગુહો વગેરે સ્થાનોમાં રાખેલા વિશાળ મહાભંડાર જોઈને પણ કેવળજ્ઞાન, કેવળદર્શન નષ્ટ થતું નથી.
આ પાંચ કારણોથી ઉત્પન્ન થયેલું કેવળજ્ઞાન-દર્શન પ્રાથમિક ક્ષણોમાં (કે કયારે ય) ક્ષુબ્ધ થતું નથી.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અવધિજ્ઞાન, અવધિદર્શન નષ્ટ થવાના પાંચ કારણોનો નિર્દેશ છે અને તે જ કારણો ઉપસ્થિત હોવા છતાં કેવળજ્ઞાન, કેવળદર્શન નષ્ટ થતું નથી, તેનું કથન છે.
અવધિજ્ઞાનના બે પ્રકાર છે. પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. અપ્રતિપાતિ અવધિજ્ઞાન નષ્ટ થતું નથી. પ્રતિપાતિ અવધિજ્ઞાન કોઈ પણ નિમિત્તથી નાશ પામે છે. સૂત્રકારે તત્કાલ ઉત્પન્ન થયેલાં અવધિજ્ઞાનના નાશ થવાના પાંચ કારણોનો નિર્દેશ કર્યો છે.
તપ-સંયમની સાધનાથી અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયેલા જ્ઞાનની સ્થિરતા માટે ગંભીરતા વગેરે ગુણો જરૂરી છે. ગુણોની યોગ્યતા વિના જ્ઞાન સ્થિર રહેતું નથી. સાધક અવધિ જ્ઞાનના માધ્યમે જીવોથી વ્યાપ્ત સંપૂણે લોક, વિશાળકાય જીવો, વિશાળ ધનભંડાર વગેરે સૂત્રોક્ત કોઈ પણ કલ્પનાતીત પદાર્થોને પ્રત્યક્ષ જુએ અને તે આશ્ચર્યચકિત થાય, ક્યારેક શંકાશીલ બને, ક્યારેક તેના