________________ સ્થાન- 10 387 કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણ માહણની તીવ્ર આશાતના કરે ત્યારે આશાતનાથી પરિપિત એવા તે શ્રમણના શરીરમાંથી તેજ નીકળે છે. તે તેજ તે વ્યક્તિને(આશાતના કરનારને) પરિતાપ પહોંચાડે છે. તેને પરિતાપિત કરી, બાળીને ભસ્મ કરી નાખે છે. (2) કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણમાહણની તીવ્ર આશાતના કરે ત્યારે આશાતનાથી પરિકુપિત એવા કોઈ દેવના શરીરમાંથી તેજ નીકળે છે. તે તેજ આશાતના કરનારને પરિતાપ પહોંચાડે છે. તેને પરિતાપિત કરી, બાળીને ભસ્મ કરી નાંખે છે. શ્રમણ અને દેવ બંનેના શરીરમાંથી તેજ નીકળે છે. તે તેજ આશાતના કરનારને પરિતાપિત કરી, બાળીને ભસ્મ કરી નાંખે છે. (4) કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણમાહણની તીવ્ર આશાતના કરે ત્યારે તે આશાતનાથી પરિપિત એવા તે શ્રમણના શરીરમાંથી તેજ નીકળે છે. તેનાથી તે આશાતના કરનારના શરીરમાં સ્ફોટ-ફોડલાઓ ઉત્પન્ન થાય છે, તે ફોડલા ફૂટે અને તે ફૂટીને તેના શરીરને બાળીને ભસ્મ કરી નાંખે છે. (5) કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણમાહણની તીવ્ર આશાતના કરે ત્યારે તે આશાતનાથી પરિપિત કોઈ દેવના શરીરમાંથી તેજ નીકળે છે. તેનાથી આશાતના કરનારના શરીરમાં ફોડલાઓ ઉત્પન્ન થાય, તે ફૂટે અને તે ફૂટીને તેના શરીરને બાળીને ભસ્મ કરી નાંખે છે. () કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણમાહણની તીવ્ર આશાતના કરે ત્યારે તે આશાતનાથી પરિપિત તે શ્રમણ અને દેવ, બંનેના શરીરમાંથી તેજ નીકળે છે. તેનાથી આશાતના કરનારના શરીરમાં ફોડલા ઉત્પન્ન થાય, તે ફૂટે અને તે ફૂટીને તેના શરીરને બાળીને ભસ્મ કરી નાખે છે. 7) કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણમાહણની તીવ્ર આશાતના કરે ત્યારે તે આશાતનાથી પરિપિત એવા તે શ્રમણના શરીરમાંથી તેજ નીકળે છે. તેનાથી તેના શરીરમાં ફોડલા ઉત્પન્ન થાય, તે ફૂટે અને ફોડલીઓ ઉત્પન થાય, તે ફૂટે, ફૂટીને તેને ભસ્મ કરી નાંખે છે. કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણમાહણની તીવ્ર આશાતના કરે ત્યારે તે આશાતનાથી પરિપિત કોઈ દેવના શરીરમાંથી તેજ નીકળે છે. તેનાથી આશાતના કરનારના શરીરમાં ફોડલા ઉત્પન્ન થાય, તે ફૂટે અને ફોડલીઓ ઉત્પન્ન થાય, તે ફૂટે, ફૂટીને તેને ભસ્મ કરી નાખે છે. કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણ માહણની તીવ્ર આશાતના કરે ત્યારે તે આશાતનાથી પરિપિત થયેલા તે શ્રમણ અને દેવ બંનેના શરીરમાંથી તેજ નીકળે છે. તેનાથી આશાતના કરનારના શરીરમાં ફોડલા ઉત્પન્ન થાય, તે ફૂટે અને ફોડલીઓ ઉત્પન્ન થાય, તે ફૂટે, ફૂટીને તેને ભસ્મ કરી નાંખે છે. (10) કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણમાહણની તીવ્ર આશાતના કરતાં તેના ઉપર તેજ ફેંકે છે. પરંતુ તે