________________
૩૭૨
શ્રી ઠાણાગ સૂત્ર-૨
चंदे सूरे य सुक्के य, सिरिदेवी पभावई । दीवसमुद्दोवत्ती बहूपुत्ती मंदरे ति य ॥
थेरे संभूतिविजए य, थेरे पम्ह ऊसासणीसासे ॥१॥ ભાવાર્થ - દીર્ઘ દશાના દશ અધ્યયન છે, તે આ પ્રમાણે છે- (૧) ચંદ્ર () સૂર્ય (૩) શુક્ર (૪) શ્રી દેવી (૫) પ્રભાવતી (૬) દ્વીપ-સમુદ્રોત્પત્તિ (૭) બહુપુત્રી મંદરા (૮) સ્થવિર સંભૂતિવિજય (૯) સ્થવિર પા (૧૦) ઉચ્છવાસ-નિઃશ્વાસ. ११२ संखेवियदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा- खुडिया विमाणपविभत्ती, महल्लिया विमाणपविभत्ती, अंगचूलिया, वग्गचूलिया, विवाहचूलिया, अरुणोववाए वरुणोववाए, गरुलोववाए, वेलंधरोववाए, वेसमणोववाए। ભાવાર્થ :- સંક્ષેપિક દશાના દશ અધ્યયન છે, તે આ પ્રમાણે છે– (૧) શુલ્લિકા વિમાન પ્રવિભક્તિ (૨) મહતી વિમાન પ્રવિભક્તિ (૩) અંગચૂલિકા(આચારાદિ અંગોની ચૂલિકા) (૪) વર્ગ ચૂલિકા(અંતકૃત દશાની ચૂલિકા) (૫) વિવાહ ચૂલિકા(વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની ચૂલિકા) (૬) અરુણોપપાત (૭) વરુણોપપાત (૮) ગરુડોપપાત (૯) વેલંધરોપપાત (૧૦) વૈશ્રમણોપપાત. વિવેચન :
દશ સંખ્યાથી “દશા” શબ્દ નિષ્પન થયો છે. જે ગ્રંથમાં દશ અધ્યયન છે તેને દશા કહે છે. દશા એટલે દશ અધ્યયનવાળું શાસ્ત્ર.
પ્રસ્તુત સૂત્રમાં દશ અધ્યયનવાળા દશ શાસ્ત્રોનો ઉલ્લેખ છે. (૧) કર્મવિપાક દશા :- આ અગિયારમા અંગનો પ્રથમ શ્રુતસ્કંધ છે. તેમાં અશુભ કર્મોના વિપાકનું વર્ણન છે. પ્રસ્તુત સૂત્રમાં તેના જે નામો જણાવ્યા છે તેને વર્તમાનમાં ઉપલબ્ધ વિપાક સૂત્રના નામો સાથે વિવેકપૂર્વક અને ઉપયોગપૂર્વક મેળ કરીને સમજવાના છે. તે નામો ભાવાર્થથી સ્પષ્ટ છે. વિપાકસુત્રના બીજા શ્રુતસ્કંધ એટલે સુખવિપાક સૂત્રમાં પણ દસ અધ્યયન છે. પરંતુ પ્રસ્તુતમાં સૂત્રકારે તેની વિવક્ષા કરી નથી.
(૨) ઉપાસક દશા :- આ સાતમા અંગમાં ભગવાન મહાવીર સ્વામીના દસ શ્રાવકોનું વર્ણન છે. (૩) અંતકત દશા :- આ આઠમા અંગમાં સંસારનો અંત કરનાર વ્યક્તિઓનું વર્ણન છે. તેના આઠવર્ગ છે. પ્રથમ વર્ગમાં દશ અધ્યયન છે. વર્તમાનમાં ઉપલબ્ધ અંતકૃતદશાના દશ અધ્યયનના નામમાં પ્રસ્તુત સૂત્રોક્ત નામોથી ભિન્નતા છે.
(૪) અનુત્તરોપપાતિક દશા :- આ નવમા અંગમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવોનું વર્ણન છે. તેના ત્રણ વર્ગ છે. પ્રથમ વર્ગમાં દશ, બીજા વર્ગમાં તેર અને ત્રીજા વર્ગમાં દશ અધ્યયન છે. પ્રસ્તુત