________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
जीवा य पोग्गला य णो संचायंति बहिया लोगंता गमणयाए, एवंप्पेगा लोगट्टिई
पण्णत्ता ।
૩૧૮
ભાવાર્થ :- લોકસ્થિતિ અર્થાત્ લોકનો સ્વભાવ દશ પ્રકારનો છે, તે આ પ્રમાણે છે—
(૧) જીવ વારંવાર મરે છે અને ત્યાં જ(લોકમાં) વારંવાર ઉત્પન્ન થાય છે, તે એક લોકસ્થિતિ છે.
(૨)
જીવ નિરંતર પાપ કર્મ કરે છે, તે એક લોકસ્થિતિ છે.
(૩)
જીવ નિરંતર મોહનીયરૂપ પાપકર્મ બાંધે છે, તે એક લોક સ્થિતિ છે.
(૪) આવું ક્યારે ય થયું નથી, થતું નથી અને થશે નહીં કે જીવ અજીવ થાય અને અજીવ જીવ થાય, તે એક લોકસ્થિતિ છે.
(૫) એવું ક્યારે ય થયું નથી, થતું નથી અને થશે નહીં કે ત્રસ જીવોનો વિચ્છેદ(નાશ) થાય અને બધા જીવ સ્થાવર થઈ જાય અથવા સ્થાવર જીવોનો વિચ્છેદ થાય અને બધા જીવો ત્રસ થઈ જાય; તે એક લોકસ્થિતિ છે.
(૬) એવું ક્યારે ય થયું નથી, થતું નથી કે થશે નહીં કે લોક અલોક થઈ જાય, અલોક લોક થઈ જાય; તે એક લોકસ્થિતિ છે.
(૭) એવું ક્યારે ય થયું નથી, થતું નથી અને થશે પણ નહીં કે લોકનો પ્રવેશ અલોકમાં થઈ જાય અને અલોકનો પ્રવેશ લોકમાં થઈ જાય; તે એક લોકસ્થિતિ છે.
(૮) જ્યાં સુધી લોક છે, ત્યાં સુધી જીવ છે અને જ્યાં સુધી જીવ છે, ત્યાં સુધી લોક છે; તે એક લોકસ્થિતિ છે. (૯) જ્યાં સુધી જીવ અને પુદ્ગલોની ગતિ પર્યાય છે, ત્યાં સુધી લોક છે અને જ્યાં સુધી લોક છે, ત્યાં સુધી જીવ અને પુદ્ગલોની ગતિ પર્યાય છે; તે એક લોકસ્થિતિ છે.
(૧૦) લોકના સર્વ અંતિમ ભાગમાં લોકાન્તે અબ પાર્શ્વ સૃષ્ટ(અબદ્ધ અને અસ્પૃષ્ટ) પુદ્ગલોને રુક્ષ કરી દેવામાં આવે છે.(સ્વભાવથી પુદ્ગલો રુક્ષ બની જાય છે.) તેથી જીવ અને પુદ્ગલ લોકાન્ત બહાર ગમન કરી શકતા નથી; તે એક લોકસ્થિતિ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકના વિવિધ સ્વાભાવિક સિદ્ધાંતોનું વર્ણન છે.
તોગડ્ડિ - લોક સંબંધી જે સનાતન સત્યો છે, લોકગત દ્રવ્યોનો જે સ્વભાવ છે, તેને લોકસ્થિતિ કહે છે. આ દસમું સ્થાન છે. તેથી સૂત્રકારે અહીં દસ પ્રકારના લોક સ્વભાવ બતાવ્યા છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.