________________
સ્થાન - ૯
[ ૩૦૯]
તથા સમ્યક પ્રકારે આરાધિત, સર્વોત્કૃષ્ટ, ફળદાયી મોક્ષ માર્ગથી આત્માને ભાવિત કરતાં, ધ્યાનાન્તરિકા (શુક્લધ્યાન)માં વર્તતા હશે ત્યારે અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, કૃમ્ન, પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરશે.
ત્યારે તે ભગવાન અહંત જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી થઈ જશે. તેઓ દેવ, મનુષ્ય, અસુરરૂપ લોકની પર્યાયને જાણશે દેખશે અને સર્વલોક, સર્વ જીવની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન (મૃત્યુ) ઉપપાત, જન્મ, તર્ક, મનોચિંતન, ભક્ત-ભોજનાદિ, કૃત કાર્ય, આસેવિત પાપકર્મ, પ્રગટ કાર્ય, ગુપ્તકાર્ય જાણશે દેખશે. કોઈ કાર્ય તેમનાથી છૂપું રહેશે નહીં. સર્વલોકગત માનસિક, વાચિક, કાયિક યોગમાં વર્તમાન સર્વ જીવના સર્વભાવને જાણતાં-જોતાં વિચરશે.
તે ભગવાન તે અનુત્તર જ્ઞાન, દર્શન વડે દેવ, મનુષ્ય, અસુર લોકને જાણીને, જોઈને શ્રમણ નિગ્રંથોને ભાવના સહિત પાંચ મહાવ્રત, છજીવનિકાય(સંરક્ષણ) રૂપ ધર્મની દેશના આપતા વિચરશે. ६४ से जहाणामए अज्जो ! मए समणाणं णिग्गंथाणं एगे आरंभठाणे पण्णत्ते । एवामेव महापउमे वि अरहा समणाणं णिग्गंथाणं एगं आरंभठाणं पण्णवेहिइ । ભાવાર્થ - હે આર્યો! જેમ શ્રમણ-નિગ્રંથો માટે મેં એક આરંભ સ્થાનનું નિરૂપણ કર્યું છે, તેમ અહંત મહાપા પણ શ્રમણ-નિગ્રંથો માટે એક આરંભ સ્થાનનું નિરૂપણ કરશે. ६५ से जहाणामए अज्जो ! मए समणाणं णिग्गंथाणं दुविहे बंधणे पण्णत्ते, तं जहा- पेज्जबंधणे य, दोसबंधणे य । एवामेव महापउमे वि अरहा समणाणं णिग्गंथाणं दुविहं बंधणं पण्णवेहिइ, तं जहा- पेज्जबंधणं च, दोसबंधणं च । ભાવાર્થ :- હે આર્યો ! જેમ શ્રમણ-નિગ્રંથો માટે મેં બે પ્રકારના બંધનો રાગબંધન અને દ્વેષબંધનનું નિરૂપણ કર્યું છે. તેમ અહંત મહાપા પણ શ્રમણ-નિગ્રંથો માટે બે પ્રકારના રાગબંધન અને દ્વેષબંધનનું નિરૂપણ કરશે. |६६ से जहाणामए अज्जो ! मए समणाणं णिग्गंथाणं तओ दंडा पण्णत्ता, तं जहा- मणदंडे, वयदंडे, कायदंडे । एवामेव महापउमे वि अरहा समणाणं णिग्गंथाणं तओ दंडे पण्णवेहिइ, तं जहा- मणोदंडं वयइंडे कायदंडं । एवं जहा पण्हावागरणाए तहा जाव तेत्तीसं आसायणा पण्णवेहिइ । ભાવાર્થ:- આર્યો! જેમ શ્રમણ-નિગ્રંથો માટે મેં ત્રણ પ્રકારના દંડોનું નિરૂપણ કર્યું છે, મનોડ, વચનદંડ, કાયદંડ; તેવી રીતે અહંત મહાપા પણ શ્રમણ નિગ્રંથો માટે ત્રણ પ્રકારના દંડનું નિરૂપણ કરશે. મનોદંડ, વચનદંડ, કાયદંડ. આ રીતે પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાંચમા સંવર દ્વારના વર્ણન અનુસાર તેત્રીસ આશાતના સુધી તેત્રીસ બોલની પ્રરૂપણા કરશે.