________________
૧૭૬ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
मज्झिमसरसंपण्णा, भवंति सुहजीविणो । खायइ पियइ देइ, मज्झिमसरमस्सिओ ॥४॥ पंचमसरसंपण्णा, भवंति पुढवीपइ । सूरा संगहकत्तारो, अणेगगणणायगा ॥५॥ धेवयसरसंपण्णा, भवंति कलहप्पिया । साउणिया वग्गुरिया, सोयरिया मच्छबंधा य ॥६॥ चंडाला मुट्ठिया मेया, जे अण्णे पावकम्मिणो ।
गोघायगा य जे चोरा, णेसायं सरमस्सिता ॥७॥ ભાવાર્થ - આ સાત સ્વરોના સાત સ્વર લક્ષણ છે, તે આ પ્રમાણે છે– (૧) ષડુજ સ્વરવાળા મનુષ્યો આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન વ્યર્થ જતો નથી. તેને ગાય, મિત્ર.
પુત્ર હોય છે અને તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ઋષભ સ્વરવાળા મનુષ્યો ઐશ્વર્ય, સેનાપતિત્ત્વ, ધન, વસ્ત્ર, ગબ્ધ, આભૂષણ, સ્ત્રી, શયન અને આસનને પ્રાપ્ત કરે છે. ગાંધાર સ્વરવાળા મનુષ્યો ગાવામાં કુશળ, વાજિંત્ર વૃત્તિવાળા, કલા નિપુણ, કવિ, પ્રાજ્ઞ અને
અનેક શાસ્ત્રોના પારગામી હોય છે. (૪) મધ્યમ સ્વરવાળા મનુષ્યો સુખજીવી હોય છે, પોતાની રુચિ અનુરૂપ સુખેથી ખાઈ-પીને જીવે છે
અને દાન આપે છે. (૫) પંચમ સ્વરવાળા મનુષ્યો ભૂમિપાલ, શૂરવીર, સંગ્રાહક અને અનેક ગણોના નાયક હોય છે. (૬) ધૈવત સ્વરવાળા મનુષ્યો કલહપ્રિય, પક્ષીઓને મારનારા, હરણ, ડુક્કર અને માછલા વગેરેને
મારનારા હોય છે. (૭) નિષાદ સ્વરવાળા મનુષ્યો ચાંડાલ, વધિક, મુક્કેબાજ, ગોઘાતક, ચોર અને અનેક પ્રકારના પાપ
કરનારા હોય છે. સ્વરના ગ્રામ અને મૂચ્છનાઓ - ३४ एएसि णं सत्तण्हं सराणं तओ गामा पण्णत्ता, तं जहा- सज्जगामे, मज्झिमगामे, गंधारगामे । ભાવાર્થ :- આ સાત સ્વરોમાં ત્રણ ગ્રામ (સંવાદી સ્વરોનો સમૂહ) હોય છે, તે આ પ્રમાણે છે– (૧)