________________
સ્થાન- ૭
[ ૧૬૧]
નિર્મિત નથી, તેમ જાણે. (૬) જીવ રૂપી છે, તેમ જાણે. (૭) આ સર્વદશ્યમાન જગત જીવ જ છે, તેમ જાણે. પહેલું વિભંગ જ્ઞાન - જ્યારે તથારૂપના શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને સૌધર્મ કલ્પ સુધી ઊર્ધ્વ દિશા, આ પાંચ દિશાઓમાંથી કોઈ પણ એક દિશાને જુએ છે. તે સમયે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે મને સાતિશય જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું એક દિશામાં જ લોકને જોઈ શકું છું. કેટલાક શ્રમણ-માહણ કહે છે કે લોક પાંચ દિશામાં છે, તે મિથ્યા કહે છે. આ પહેલું વિભંગજ્ઞાન છે.
બીજું વિભંગ જ્ઞાન - જ્યારે તથારૂપના શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને ઊર્ધ્વ દિશામાં સૌધર્મકલ્પ સુધી જુએ છે. તે સમયે તેના મનમાં એવો વિચાર આવે છે કે મને સાતિશય (સંપૂર્ણ) જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું પાંચ દિશાઓમાં લોકને જોઈ રહ્યો છું. કેટલાક શ્રમણ-માહણ કહે છે કે લોક એક જ દિશામાં છે, તે મિથ્યા કહે છે. આ બીજું વિભંગ જ્ઞાન છે. ત્રીજ વિભગશાન - જ્યારે તથારૂપના શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી જીવોને હિંસા કરતાં, અસત્ય બોલતાં, અદત્ત ગ્રહણ કરતાં, મૈથુન સેવન કરતાં, પરિગ્રહને ગ્રહણ કરતાં અને રાત્રિ ભોજન કરતાં જુએ છે પરંતુ તે કાર્યો દ્વારા થતાં કર્મબંધને જોતા નથી. ત્યારે તેના મનમાં એવો વિચાર આવે છે કે મને સાતિશય જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું જોઈ રહ્યો છું કે જીવ ક્રિયાથી આવૃત છે પરંતુ કર્મોથી આવૃત નથી. કેટલાક શ્રમણ માહણ કહે છે કે જીવ ક્રિયાથી આવૃત હોતો નથી, તેઓ મિથ્યા કહે છે. આ ત્રીજું વિર્ભાગજ્ઞાન છે.
ચોથુ વિભંગશાન - જ્યારે તથારૂપના શ્રમણ માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન થયેલાવિર્ભાગજ્ઞાનથી દેવોને બાહ્ય (શરીરના ક્ષેત્રાવગાઢ ક્ષેત્રની બહાર) અને આત્યંતર (શરીરના અવગાઢ ક્ષેત્રની અંદર) પુદ્ગલોને ગ્રહણ કરી વિક્રિયા કરતા જુએ છે. તે દેવો પુદ્ગલોનો સ્પર્શ કરી, સ્પંદિત કરી,
સ્કુરિત કરી ક્યારેક એક રૂપવાળી, ક્યારેક વિવિધ રૂપવાળી વિક્રિયા કરે છે. તે જોઈને તેના મનમાં એવો વિચાર આવે છે કે મને સાતિશય જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું જીવને પુદ્ગલોથી બનેલો જોઈ રહ્યો છું. કેટલાક શ્રમણ-માહણ કહે છે કે જીવ પુગલોથી બનેલો નથી, તેઓ મિથ્યા કહે છે. આ ચોથું વિભંગ જ્ઞાન છે.
પાંચમું વિર્ભાગજ્ઞાન - જ્યારે તથારૂપના શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી બાહ્ય અને આત્યંતર પુગલોને ગ્રહણ કર્યા વિના ઉત્તર વિક્રિયા કરતા દેવોને જુએ છે. આ દેવો પુદ્ગલોનો સ્પર્શ કરી, સ્પંદિત કરી, સ્ફરિત કરી ક્યારેક એક રૂપવાળી, ક્યારેક અનેક રૂપવાળી વિક્રિયા કરે છે. તે જોઈને તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે મને સાતિશય જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું જોઈ રહ્યો છું કે જીવ પુદ્ગલોથી બનેલો નથી, કેટલાક શ્રમણ-માહણ કહે છે કે જીવ પુગલોથી બનેલો છે, તેઓ મિથ્યા કહે છે. આ પાંચમું વિર્ભાગજ્ઞાન છે.
છઠ્ઠ વિર્ભાગજ્ઞાન :- જ્યારે તથારૂપના શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન