________________
[ ૩૯૬]
શ્રી ઠાણાંગ સત્ર-૧
મેરુપર્વતના વન, અભિષેક શિલા અને ચૂલિકા :९७ जंबुद्दीवे दीवे मंदरे पव्वए चत्तारि वणा पण्णत्ता,तं जहा- भद्दसालवणे, णंदणवणे, सोमणसवणे, पंडगवणे । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વત ઉપર ચાર વન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્રશાલવન (૨) નંદનવન (૩) સોમનસ વન (૪) પંડકવન. ९८ जंबुद्दीवे दीवे मंदरे पव्वए पंडगवणे चत्तारि अभिसेगसिलाओ पण्णत्ताओ, तं जहा-पंडुकंबलसिला, अइपंडुकंबलसिला, रत्तकंबलसिला, अइरत्तकंबलसिला। ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વત ઉપર પંડક વનમાં ચાર અભિષેક શિલાઓ કહી છે. તે આ પ્રમાણે- (૧) પાંડુકંબલ શિલા (૨) અતિપાંડુકંબલશિલા (૩) રક્ત કંબલ શિલા (૪) અતિરક્ત કંબલ શિલા. |९९ मंदरचूलिया णं उवरिं चत्तारि जोयणाई विक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ - મંદર પર્વતની ચૂલિકાની ઉપરનો વિષ્કસ્મ(વિસ્તાર) ચાર યોજનનો કહ્યો છે. ધાતકી ખંડ અને પુષ્કરવર દ્વીપ સંબંધી વિષય :१०० धायइसंडदीवपुरत्थिमद्धेवि कालं आदि करेत्ता जाव मंदरचूलियत्ति । एवं जाव पुक्खरवरदीवपच्चत्थिमद्धे जाव मंदरचूलियत्ति ।
जंबुद्दीवे आवासगं तु, कालाओ चूलिया जाव ।
धायइसंडे पुक्खरवरे य, पुव्वावरे पासे ॥१॥ ભાવાર્થ :- જ રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં સુષમ સુષમ કાલથી પ્રારંભ કરીને અંદર મેરુની ચૂલિકા સુધીનું વર્ણન જેબૂદ્વીપ પ્રમાણે જાણવું.
તે જ રીતે અર્ધ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્ધ સુધીનું વર્ણન મંદરચૂલિકા પર્યત જંબૂઢીપ પ્રમાણે જાણવું.
ગાથાર્થ– કાલપદના વર્ણનથી લઈને મંદર ચૂલિકા સુધીનું જંબૂઢીપ માટે જે સ્થાનોનું વર્ણન કર્યું છે, તે સર્વ વર્ણન ધાતકીખંડ દ્વીપ અને અર્ધ પુષ્કર દ્વીપના પૂર્વ અને અપર(પશ્ચિમ) ભાગમાં પણ કહેવું. જંબૂદ્વીપના ચાર દ્વાર :१०१ जंबुद्दीवस्स णं दीवस्स चत्तारि दारा पण्णत्ता, तं जहा- विजये, वेजयंते,