________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભાવાર્થ:- ચાર પ્રકારની સેના અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે—
સેના
(૧) કોઈ સેના પહેલાં જીતી હોય અને પછી.
૩૮૦
(૨) કોઈ પહેલાં જીતીને પછી હારી જાય. (૩) કોઈ પહેલાં હારીને પછી જીતી જાય.
(૪) કોઈ પહેલાં હારીને પછી પણ હારી જાય.
પુરુષ
(૧) પહેલાં જીતીને પછી પણ જીતનારા પણ જીતી જાય.
(૨) પહેલાં જીતીને પછી પરાજિત થનારા (૩) પહેલાં પરાજિત થઈને પછી જીતનારા (૪) પહેલાં પરાજિત થઈને પછી પણ પાર્જિત થનારા
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યુદ્ધમાં વિજય-પરાજય પ્રાપ્ત કરતા સૈન્યના દૃષ્ટાંતે પુરુષનું કથન કર્યુ છે. તે કથન બે પ્રકારે છે. (૧) સ્વભાવ કે યોગ્યતાની અપેક્ષાએ (૨) કાલની અપેક્ષાએ,
સ્વભાવ યોગ્યતા આશ્રિત ચાર પ્રકાર :- (૧) વિજય મેળવનાર(સેના, પુરુષ) (ર) હારનાર (૩) ક્યારેક હારનાર, ક્યારેક જીતનાર (૪) ન હારનાર અને ન જીતનાર અર્થાત્ યુદ્ધમાં ન જનાર. નિષ્કર્ષ – પ્રથમ વિકલ્પવાળા સબળ છે, બીજા વિકલ્પવાળા નિર્બળ છે, ત્રીજા વિકલ્પવાળા મધ્યમ છે અને ચોથા વિકલ્પવાળા યુદ્ધને અયોગ્ય છે.
કાલને આશ્રિત ચાર પ્રકાર ઃ– વ્યક્તિનું સામર્થ્ય અને સંયોગો એક સમાન રહેતા નથી. હીનાધિક સામર્થ્ય અને સંયોગોના કારણે પહેલાં વિજય પામનારા પાછળથી પરાજિત પણ થઈ શકે છે. તેથી ચારે ભંગ ઘટિત થાય છે.
સાધકોની ચૌભંગી – ટીકાકારે આ ચૌભંગીને સંયમી સાધકોની અપેક્ષાએ ઘટિત કરી છે. કારણ કે તે પણ કર્મ સાથે સંગ્રામ કરે છે. (૧) કેટલાક વીર સાધક પરીષહ, ઉપસર્ગ અને કષ્ટના સમયે સંયમ નિયમમાં દ્રઢ રહે, તે કર્મ સંગ્રામમાં વિજય પામે છે. (૨) કેટલાક સાધક કષ્ટના સમયે ધૈર્ય છોડી સંયમમાં શિથિલ થઈ જાય કે સંયમને છોડી દે તો તે કર્મસંગ્રામમાં પરાજિત થાય છે. (૩) કેટલાક સાધકના સંયમ જીવનમાં ક્યારેક ઉતાર અને ક્યારેક ચઢાવ આવતા રહે છે. (૪) કેટલાક સંયમ ગ્રહણ કરતા જ નથી તે કર્મ સાથે સંગ્રામનો પ્રારંભ જ કરતાં નથી, ગૃહસ્થ શ્રાવકની અપેક્ષાએ આ ચોથો ભંગ થાય છે.
કાલની અપેક્ષાએ સાધકની ચૌભંગી– (૧) કેટલાક સાધક પ્રારંભથી અંત સુધી સંયમમાં આવતા પરીષહો—ઉપસર્ગોને જીતે છે. (૨) કેટલાક સાધક પહેલાં દઢતા રાખે પણ પછી પરીષહોમાં ધૈર્ય રાખી શકતા નથી (૩) કેટલાક સાધક પહેલાં પરીષહોથી ગભરાય જાય પરંતુ પછી સંસ્કાર અને અભ્યાસથી પરીષહો પર વિજય મેળવે છે. (૪) કેટલાક સાધક પ્રારંભથી અંત સુધી પરીષહોમાં-કષ્ટોમાં ગભરાતા રહે છે.