________________
સ્થાન-૨: ઉદ્દેશક-૧
શરીર. તે જ રીતે અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને બે-બે શરીર હોય છે.
બેઈદ્રિય જીવોને બે શરીર હોય છે. યથા- (૧) આત્યંતર કામણ શરીર (ર) બાહા અસ્થિ માંસ, રુધિર યુક્ત દારિક શરીર. તે જ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોને પણ બે બે શરીર હોય છે.
પંચેન્દ્રિય તિર્યચ જીવોને બે શરીર હોય છે, યથા– (૧) આત્યંતર– કાશ્મણ શરીર (૨) બાહ્યઅસ્થિ, માંસ, રુધિર, સ્નાયુ અને શિરાયુક્ત ઔદારિક શરીર. તે જ પ્રમાણે મનુષ્યોને પણ બે શરીર હોય
४१ विग्गहगइसमावण्णगाणं णेरइयाणं दो सरीरगा पण्णत्ता, तं जहातेयए चेव, कम्मए चेव । णिरंतरं जाव वेमाणियाणं । ભાવાર્થ :- વિગ્રહગતિ-સમાપન્નક નારકી જીવોને બે શરીર હોય છે, યથા– (૧) તૈજસ શરીર (૨) કાર્પણ શરીર. આ રીતે વિગ્રહગતિ સમાપન્નક વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોમાં બે-બે શરીર જાણવા.
४२ रइयाणं दोहिं ठाणेहिं सरीरुप्पत्ती सिया, तं जहा- रागेण चेव, दोसेण चेव जाव वेमाणियाणं ।
__णेरइयाणं दुट्ठाणणिव्वत्तिए सरीरगे पण्णत्ते, तं जहा- रागणिव्वत्तिए चेव, दोसणिव्वत्तिए चेव जाव वेमाणियाणं । ભાવાર્થ :- નારકી જીવોના શરીરની ઉત્પત્તિનો પ્રારંભ બે પ્રકારે થાય છે, યથા– (૧) રાગથી (૨) દ્વેષથી. તે જ રીતે વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોમાં જાણવું.
નારકીના શરીરની નિષ્પત્તિ(પૂર્ણતા) બે સ્થાનથી થાય છે, યથા– (૧) રાગથી (૨) દ્વેષથી. તે જ રીતે વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોમાં જાણવું.
વિવેચન :શરીર – શક્તિ પ્રતિક્ષણં શરીર- પ્રતિક્ષણ જેનો ક્ષય-વિનાશ થાય તે શરીર કહેવાય છે. આ સૂત્રમાં શરીરના આત્યંતર અને બાહ્ય, એમ બે—બે ભેદ બતાવ્યા છે. અહીં કાશ્મણ શરીરને આત્યંતર શરીર રૂપે અને ઔદારિક–વૈક્રિયને બાહ્ય શરીર રૂપે ગ્રહણ કરેલ છે.
આત્યંતર શરીરઃ- જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે અત્તરાલ ગતિમાં સાથે રહેતું હોવાથી, સર્વ આત્મપ્રદેશ સાથે ઓતપ્રોત હોવાથી, છદ્મસ્થ જીવો તેને જોઈ શકતા ન હોવાથી, કાર્મણ શરીરને આત્યંતર શરીર કહે છે. કાર્પણ શરીરની જેમ તૈજસ શરીર પણ આત્યંતર શરીર રૂપ જ છે પણ તેનો ઉલ્લેખ આ સુત્રમાં નથી. આ બંને શરીર સહચારી છે પરંતુ અપાંતરાલ ગતિમાં તે સાધકતમ હોવાથી