________________
૧૦ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
મિથ્યાદર્શનના બે પ્રકાર કહ્યા છે, યથા– (૧) અભિગ્રહિક (૨) અનાભિગ્રહિક, અભિગ્રહિક મિથ્યાદર્શનના બે પ્રકાર કહ્યા છે– (૧) સપર્યવસિત (૨) અપર્યવસિત. અનાભિગ્રહિક મિથ્યાદર્શનના બે પ્રકાર કહ્યા છે– (૧) સપર્યવસિત (૨) અપર્યવસિત.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં દર્શન સંબંધી વર્ણન છે. દર્શન એટલે દષ્ટિ અથવા જોવું. તેના પારિભાષિક બે અર્થ થાય છે– સામાન્યગ્રાહી બોધ અને તત્વચિ.
પ્રસ્તુત સૂત્રમાં દર્શન શબ્દ તત્ત્વરુચિ-શ્રદ્ધા અર્થમાં પ્રયુક્ત છે. આ દર્શન બે પ્રકારનું હોય છે(૧) સમ્યગ્દર્શન- નવ તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. વસ્તુ તત્ત્વનો યથાર્થબોધ તે સમ્યગ્દર્શન. વસ્તુ તત્ત્વ જેમ છે તેમ, તેની શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન. (૨) મિથ્યાદર્શન- તત્ત્વો પ્રતિ અયથાર્થ શ્રદ્ધા તે મિથ્યાદર્શન. સમ્યગ્દર્શન - સમ્યગ્દર્શનની ઉત્પત્તિના આધારે તેના બે પ્રકાર દર્શાવ્યા છે– (૧) નિસર્ગ સમ્યગ્દર્શનઆત્માની સહજ નિર્મળતાથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. (૨) અધિગમસમ્યગ્દર્શન- શાસ્ત્ર અધ્યયન, ગુરુ ઉપદેશાદિથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન.
આ બંને પ્રકારના સમ્યગ્દર્શન જો ઔપશમિક કે ક્ષાયોપથમિક હોય તો તે પ્રતિપાતિ–નષ્ટ થવાના સ્વભાવવાળા હોય છે. જો તે ક્ષાયિક હોય તો તે અપ્રતિપાતિ હોય છે. મિથ્યાદર્શન - મિથ્યાદર્શનના બે પ્રકાર છે– (૧) અભિગ્રહિક આગ્રહયુક્ત. આ મિથ્યાદર્શનમાં અયથાર્થ પ્રતિ આગ્રહ ઉત્પન્ન થઈ જાય છે અને સત્યશોધક દષ્ટિ નષ્ટ થઈ જાય છે. અભિગ્રહિકમિથ્યાદર્શન ઉપદેશ અને અધ્યયનથી કે ચિંતનથી પ્રાપ્ત થાય છે. તે એક ભવ પૂરતું જ રહે છે, પરભવમાં સાથે જતું નથી. (૨) અનાભિગ્રહિક– સહજ. આ મિથ્યાદર્શનમાં આગ્રહ હોતો નથી પરંતુ અજ્ઞાનના કારણે અયથાર્થ પર શ્રદ્ધા હોય છે. આગ્રહ ન હોવાથી તેની સત્યશોધક દષ્ટિ વિકસિત થઈ શકે છે. આ મિથ્યાદર્શન સહજ હોય છે. આ મિથ્યાત્વ ભવ પરંપરાની સાથે આવે છે. આ બંને મિથ્યાદર્શન કાલપરિપાક અને યોગ્ય નિમિત મળે તો દૂર થઈ શકે છે. નિમિત્તાદિ ન મળે તો દૂર થતાં નથી. તેથી તે સપર્યવસિત-અંતવાળા, અપર્યવસિત-અનંત, બંને પ્રકારે સંભવે છે.
ભવ્ય જીવોનું બંને પ્રકારનું મિથ્યાદર્શન શાંત = અંત સહિત હોય છે. કારણ કે સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તે છૂટી જાય છે અને અભિવ્યનું મિથ્યાદર્શન અનંત હોય છે. કારણ કે તેઓને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી.
જ્ઞાનના ભેદ-પ્રભેદ :२४ दुविहे णाणे पण्णत्ते,तं जहा- पच्चक्खे चेव, परोक्खे चेव । पच्चक्खे