________________
અધ્યયન-૧: પુંડરીક
_
[
૩૧
]
શીલા, પ્રવાલ, લાલરત્ન-મૂંગા, પદ્મરાગ વગેરે ઉત્તમોત્તમ સારભૂત પદાર્થો મારા છે, આ કર્ણપ્રિય શબ્દો કરનારા વાજિંત્રો મારા છે, આ સુંદર અને રૂપવાન પદાર્થો મારા છે, આ અત્તર, તેલ વગેરે સુગંધિત પદાર્થો મારા છે, આ ઉત્તમોત્તમ સ્વાદિષ્ટ અને સરસ ખાદ્ય પદાર્થો મારા છે, આ કોમળ સ્પર્શવાળા ગાદી-તકિયા વગેરે પદાર્થો મારા છે. ઉપરોક્ત પદાર્થો મારા કામભોગના સાધન છે અને હું તેનો માલિક છું. ४५ से मेहावी पुव्वामेव अप्पणा एवं समभिजाणेज्जा, तं जहा- इह खलु मम अण्णयरे दुक्खे रोगायंके समुप्पज्जेज्जा- अणिढे अकंते अप्पिए असुभे, अमणुण्णे अमणामे, दुक्खे णो सुहे, से हंता भयंतारो कामभोगा ! इमं मम अण्णयरं दुक्खं रोगायंकं परियाइयह- अणिटुं अकंतं अप्पियं असुभं अमणुण्णं अमणामं, दुक्खं णो सुह, जेणाह दुक्खामि वा सोयामि वा झुरामि वा तिप्पामि वा पिड्डामि वा परितप्पामि वा: इमाओ ते अण्णयराओ दक्खाओ रोगायंकाओ पडिमोयह अणिद्राओ जाव अमणामाओ, दुक्खाओ णो सुहाओ । एवामेव णो लद्धपुव्वं भवइ ।
इह खलु कामभोगा णो ताणाए वा सरणाए वा; पुरिसे वा एगया पुव्वि कामभोगे विप्पजहइ, कामभोगा वा एगया पुट्वि पुरिसं विप्पजहंति, अण्णे खलु कामभोगा, अण्णो अहमंसि; से किमंग पुण वयं अण्णमण्णेहिं कामभोगेहिं मुच्छामो ? इति संखाए णं वयं कामभोगे विप्पजहिस्सामो।। શબ્દાર્થ - ITયં = તાવ વગેરે સામાન્ય રોગ, આતંક–જીવલેણ બિમારી ગિદ્દે = અનિષ્ટ તે = અકાંત અનguછે = અમનોજ્ઞ અમળાને = મનને ન ગમે તેવું રિયા = વેંચીને લઈ લ્યો વિનયક મુક્ત કરો. વિષ્ફળ = છોડી દે છે. ભાવાર્થ :- (પરંતુ)બુદ્ધિમાન પુરુષો સ્વયં પહેલેથી જ સમ્યક પ્રકારે જાણે છે કે મને જે કાંઈ દુઃખ કે રોગાતંક ઉત્પન્ન થાય છે, તે દુઃખ, રોગ કે વ્યાધિ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અધિક પીડાકારી, મનોવ્યથા કરાવનાર હોય છે, દુઃખરૂપ હોય છે, સુખરૂપ નથી, તે સમયે જો હું પ્રાર્થના કરું કે હે ભયથી રક્ષણ કરનાર મારા ધનધાન્ય આદિ કામભોગો ! મારા આ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અતિ દુઃખદ, દુઃખરૂપ અથવા અસુખરૂપ રોગ, વ્યાધિને તમે વહેંચીને લઈ લ્યો, કારણ કે હું આ રોગ અને વ્યાધિથી બહુ દુઃખી થઈ રહ્યો છું, ચિંતા અને શોકથી વ્યાકુળ છું, ઝૂરી રહ્યો છું, શરીરની શક્તિ ક્ષીણ કરી રહ્યો છું, પીડા ભોગવું છું, અતિસંતપ્ત છું, તેથી તમે બધા મને આ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, મનોવ્યથા કરાવનાર, દુઃખરૂપ અને અસુખરૂપ મારા કોઈ એક દુઃખથી કે રોગ-વ્યાધિથી મને મુક્ત કરાવો ! તો પણ તે કામભોગો ઉક્ત પ્રાર્થના સાંભળીને દુઃખાદિથી મુક્ત કરાવી દે, એવું ક્યારે ય બનતું નથી.
આ સંસારમાં કામ ભોગો રક્ષણ કરનારા નથી કે શરણભૂત નથી. કામભોગના સાધનભૂત પદાર્થોના સ્વામી ક્યારેક સ્વયં કામભોગને છોડીને ચાલ્યા જાય છે, ક્યારેક તે પદાર્થો પહેલા જ તે પુરુષને છોડી દે છે. આ કામ-ભોગ મારાથી ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું. તો પછી આપણે સ્વયંથી ભિન્ન એવા કામ-ભોગોમાં શા માટે મૂછિત થવું? આ રીતે સમજીને જ અમે કામભોગોનો પરિત્યાગ કરશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org