________________
અધ્યયન-૧: પુંડરીક
|
[ ૧૮ ]
જીવ નામની શક્તિનો કોઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કે સંસ્થાન જણાતું નથી. (૨) તલવાર અને માનની જેમ, મુંજ અને સળીની જેમ, માંસ અને હાડકાની જેમ, હથેળી અને આંબળાની જેમ, દહીં અને માખણની જેમ, તલના ખોળ અને તેલની જેમ, શેરડીનો રસ અને તેના છોતાંની જેમ, અરણિના લાકડા અને અગ્નિની જેમ જીવ અને શરીર બંને ભિન્ન-ભિન્ન જણાતા નથી.
શરીરથી ભિન્ન જીવ ન હોવાથી પરલોક, સ્વર્ગ, નરક આદિ પણ હોતા નથી અને તેથી તેઓ નિરંકુશપણે હિંસા, અસત્ય, ચોરી આદિ પાપપ્રવૃત્તિઓનું સેવન કરે છે, તેમને પાપ-પુણ્ય, ધર્મ-અધર્મ, હેય-ઉપાદેયનો વિવેક રહેતો નથી. તેમના મતાનુસાર
यावज्जीवेत् सुखं जीवेत्, ऋणं कृत्वा घृतं पिबेत् ।
भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कुतः ॥१॥
જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખપૂર્વક જીવવું. જો સુખ સામગ્રી ન હોય તો બીજા પાસેથી કરજ કરીને પણ ખાઓ, પીવો, મોજ મજા કરો. શરીર ભસ્મીભૂત થાય, તેની સાથે જ આત્માપણ ભસ્મીભૂત થઈ જાય છે. પરલોકમાં જનાર કોઈ નથી અર્થાત્ પાંચભૂતથી બનેલું શરીર તે ભૂતોના નાશ થવાથી નષ્ટ થઈ જાય છે; તેની સાથે જ પાંચભૂતોના સંયોગથી ઉત્પન્ન થયેલો આત્મા પણ નષ્ટ થઈ જાય છે, તેનું અસ્તિત્વ રહેતું નથી.
શરીર અને જીવને એક જ રૂપે સ્વીકારનારા તજીવ તારીરવાદીની માન્યતા યથાર્થ નથી કારણ કે પ્રત્યેક પ્રાણી પોત-પોતાના જ્ઞાનનો અનુભવ કરે છે, પશુ-પક્ષીઓમાં પણ પોતાના હિત-અહિતની ચેષ્ટા જ્ઞાનપૂર્વક થતી જોઈ શકાય છે. તેથી સૂક્ષ્મ કે સ્થૂલ સર્વ જીવોમાં જ્ઞાનગુણ છે.
જ્ઞાન તે ગુણ છે. કોઈ પણ ગુણને ધારણ કરનાર ગુણી અવશ્ય હોય છે, ગુણી વિના ગુણ હોતા નથી. તેથી જ્ઞાન ગુણને ધારણ કરનાર ગુણી–આત્મા અવશ્ય છે અને જ્ઞાન અરૂપી હોવાથી આત્મા પણ અરૂપી છે.
જો શરીરથી ભિન્ન આત્મા ન હોય અને માત્ર પાંચ ભૂત જ હોય તો યુવાન અને સ્વસ્થ પ્રાણીનું મૃત્યુ થાય જ નહીં, કારણ કે મૃત્યુ થવા છતાં તેના શરીરમાં પાંચભૂત તો રહે જ છે. તેમ છતાં જીવોના જન્મ-મરણ પ્રત્યક્ષ જોવા મળે છે. આયુષ્ય પૂર્ણ થતાં આત્મા તે શરીરનો ત્યાગ કરીને અન્યત્ર જાય છે, તેને જ વ્યવહારમાં આપણે મૃત્યુ કહીએ છીએ અને આત્મા નવું શરીર ધારણ કરીને નવા શરીરમાં રહે છે, તેને આપણે જન્મ કહીએ છીએ. આત્મા સ્વયં અજર અમર સૈકાલિક શાશ્વત હોવા છતાં તેના કર્મ પ્રમાણે જન્મ-મરણ રૂપ અવસ્થાઓ બદલાયા કરે છે.
આ રીતે શરીરથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપી આત્મા પ્રત્યક્ષથી, અનુમાનથી અને આગમ પ્રમાણથી સિદ્ધ છે. આત્માની સિદ્ધિ થતાં જ તેના કર્મ, પુણ્ય-પાપ, સ્વર્ગ-નરક આદિ સહજ રીતે સિદ્ધ થઈ જાય છે.
તજીવ તન્શરીરવાદીઓ કદાચ પુત્ર-પરિવાર, ધન-ધાન્ય આદિનો ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરે, પાપના ત્યાગની પ્રતિજ્ઞા કરે તેમ છતાં તેમની દષ્ટિ જ વિપરીત હોવાથી તેમની વૃત્તિ કે પ્રવૃત્તિમાં પરિવર્તન થતું નથી. તેઓ ફરી ફરી પાપસેવન કરે જ છે. ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થાય છે. સંયમી જીવનમાં આત્મ સાધના કરી શકતા નથી, તેથી તેઓ તો ઘણે તો ;, આ ઉક્તિ અનુસાર સંસારનો ત્યાગ કર્યો હોવાથી પૂર્વ સંયોગથી દૂર થઈ ગયા હોય છે અને જ્ઞાન-દર્શન ચારિત્રની આરાધના ન થવાથી મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ પોતાના દુરાગ્રહથી અન્ય ભોળા જીવોને પણ વિપરીત માન્યતામાં ફસાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org