________________
૧૨
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
जाव पसंतडिंबडमरं रज्जं पसासेमाणे विहरइ ।
=
શબ્દાર્થ:- મારિયા= આર્ય અગરિયા= અનાર્ય તન્નાનોયા-ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ખીયાનોયાનીચગોત્રમાં ઉત્પન્ન થયેલા જયમંત = લાંબા શરીરવાળા, ઊંચા હસ્તમંતા = નાના શરીરવાળા, ઠીંગણા મહાહિમવંત-મલયમંદરનર્જિવસારે = મહાહિમવંત, મલય, મંદરાચલ તથા મહેન્દ્ર પર્વતની સમાન અન્વંતવિસુન્દરાય તવંસવ્વપૂર્ણ = અત્યંત વિશુદ્ધ રાજકુળના વંશમાં ઉત્પન્ન થયેલા ખિરતરરાયતવસ્તુળ વિરાયામને = અંગ અને પ્રત્યંગ રાજલક્ષણોથી સુશોભિત વહુનળવહુમાળપૂર્ = ઘણાં માણસો દ્વારા બહુમાનપૂર્વક પૂજિત સમુળ સમિત્તે = સમસ્તગુણોથી પરિપૂર્ણ વૃત્તિપ્ = ક્ષત્રિય મુવિદ્ = મુદિત મુદ્ધામિસિત્તે = મૂર્ધાભિષિક્ત, રાજ્યાભિષેક કરાયેલો માઽપિસુખાર્ = માતાપિતાનો સુપુત્ર વયપો = દયાળુ સીમંરે = મર્યાદા સ્થાપિત કરનારા સૌમંધરે = મર્યાદાનું સ્વયં પાલન કરનારા હેમંરે = પ્રજાનું કલ્યાણ કરનારા હેમંધરે = સ્વયં કલ્યાણને ધારણ કરનાર નરપવરે = મનુષ્યોમાં શ્રેષ્ઠ અે = આય, ધનવાન વિત્તે = તેજસ્વી વિત્તે = પ્રસિદ્ધ વિસ્થિળ-વિજ્ઞભવળ = વિસ્તૃત મોટા મોટા મકાનો સયાસબખાળ = શયન, આસન, યાન વાહળાફળે = વાહન આદિથી પરિપૂર્ણ વદુધન = ઘણું ધન વદુખાવવ - ઘણું સુવર્ણ અને રયણ્ = ચાંદીથી ભરેલા ગોપોળસંપત્તે = આયોગ-પ્રયોગ સંપ્રયુક્ત, નાણાવટી, ધનનું આદાન-પ્રદાન કરનારા, વ્યાજ-વટાવનો ધંધો કરનારા વિક્રિયવતમત્તાને= અવશેષ પ્રચુર ભાત-પાણીનું દાન આપનારા ડિવુળ-જોસજોટ્ટા રાધા૨ે = જેની પાસે ખજાનો, અન્નભંડાર તથા શસ્ત્રાગાર ભરેલા હોય દુવ્વત્તપન્નમિત્તે - શત્રુઓને દુર્બળ કરાયેલા વવાયડુમિવશ્વ-માિ ભવિષ્યનુ - દુર્ભિક્ષ અને મહામારિના ભયથી રહિત પસંતšિવડમાં = સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત પક્ષાલેમાળે = શાસન કરતો થકો.
=
=
ભાવાર્થ:- (શ્રમણ ભગવાન મહાવીર કહે છે–) આ મનુષ્ય લોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના મનુષ્યો હોય છે, કેટલાક ઉચ્ચગોત્રીય, કેટલાક નીચગોત્રીય, કેટલાક ભીમકાય—મોટા કદવાળા અને કેટલાક નાના કદવાળા, કેટલાક સુંદર વર્ણવાળા અને કેટલાક અશુભ વર્ણવાળા, કેટલાક સુંદર અંગોપાંગોવાળા અને કેટલાક બેડોળ હોય છે.
Jain Education International
તે મનુષ્યોમાં કોઈ એક રાજા હોય છે. તેઓ મહાહિમવંત પર્વત, મહામલય પર્વત, મેરુપર્વત અને મહેન્દ્ર પર્વતની જેમ શ્રેષ્ઠ હોય છે. તેમનો જન્મ અત્યંત વિશુદ્ધ અને દીર્ઘકાલથી રાજકુલરૂપે પ્રસિદ્ધ વંશમાં થયો હોય છે. તેમના અંગોપાંગ સ્વસ્તિકાદિ રાજ ચિહ્નોથી હંમેશાં શોભતા હોય છે. તેઓ અનેક લોકો દ્વારા સન્માનિત અને પૂજિત હોય છે, નીતિમત્તા, દાક્ષિણ્ય આદિ સર્વ ગુણોથી સમૃદ્ધ હોય છે. તેઓ શુદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મ પામ્યા હોય છે, સદા પ્રસન્ન રહેનારા તેમનો રાજ્યભિષેક અનેક રાજાઓ દ્વારા કરવામાં આવે છે. તેઓ માતાપિતાના શ્રેષ્ઠ પુત્ર અને સ્વભાવે કરુણાશીલ હોય છે, પ્રજાના હિતાર્થે યોગ્ય વસ્તુઓ પ્રાપ્ત કરતા હોવાથી ક્ષેમંકર અને વસ્તુઓની સારસંભાળ રાખતા હોવાથી ક્ષેમંધર હોય છે, ઉત્તમ ઐશ્વર્યવાન હોવાથી મનુષ્યોમાં ઇંદ્ર સમાન હોય છે, જનપદ નિવાસીઓને વિનય આદિ સંબંધી શિક્ષણ દેનારા તેમજ પ્રજાનું રક્ષણ તથા સુંદર રીતે પોષણ કરનારા હોવાથી પિતા સમાન હોય છે, જનપદ નિવાસીઓના પાલક હોય છે અને પ્રજાજનોના હિત માટે સાવધાન હોવાથી પુરોહિત સમાન હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org