________________
Education International
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી ઉર્મિલાબાઈ મ.
સમગ્ર વિશ્વના પ્રાંગણમાં સર્વદર્શનોમાં જૈનદર્શન વિશિષ્ટ અને આગવું સ્થાન ધરાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં વિચાર સાથે આચારનો સુચારુરૂપે સમન્વય
સાધવામાં આવ્યો છે.
દર્શનનો અર્થ છે– અભિપ્રાય, માન્યતા, અભિગમ અથવા વિચારસરણી. ભિન્ન-ભિન્ન અભિપ્રાયો ધરાવતા દર્શનશાસ્ત્રોમાં પ્રાયઃ ભિન્ન-ભિન્ન વિચારો અથવા માન્યતાઓ જોવા-જાણવા મળે છે. દર્શનશાસ્ત્રમાં પ્રત્યેક દર્શનના પ્રણેતાઓ પોતપોતાની
માન્યતાઓને દઢ અને પુષ્ટ બનાવવા માટે અનેક યુક્તિ-પ્રયુક્તિઓ તથા દૃષ્ટાંતો આપતા હોય છે. સામાન્ય કક્ષાનો માનવ તો સમગ્ર દર્શનશાસ્ત્રના અભિપ્રાયોને જાણીને અવઢવમાં જ મૂકાઈ જાય છે. તે નિર્ણય ન કરી શકે કે કોના અભિપ્રાય, કોના મત અથવા કોના દર્શન સાચા અને કોના ખોટાં ?
જૈનદર્શન પ્રત્યેક બાબતને અનેકાંત દષ્ટિએ અનેક એંગલ(દષ્ટિકોણો)થી જોઈ, જાણી, સમજીને પછી જ તેની રજૂઆત કરે છે. જૈનદર્શનમાં ઠેક ઠેકાણે એકાંતને બદલે અનેકાંત(સ્યાદ્વાદ)ની વિચારધારા દષ્ટિગોચર થાય છે.
પ્રસ્તુત દ્વિતીય અંગસૂત્ર શ્રી સૂયગડાંગ સૂત્રમાં આવી કેટલીક વિચારસરણીઓ પ્રગટ થાય છે. પ્રાયઃ જગતના સર્વ દાર્શનિકોની માન્યતાઓને સત્ય તથા તથ્યની ચમક સાથે આ સૂત્રમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
ટૂંકમાં કહીએ તો સૂયગડાંગ સૂત્રમાં મુખ્યતાએ પ્રાયઃ દર્શન તથા સિદ્ધાંતના વિચાર અને આચારનો સુભગ સમન્વય સાધવામાં આવ્યો છે. આ સૂત્રના ગહનતમ ભાવોને યથાર્થરૂપમાં પામવા માટે કે સમજવા માટે અદ્ભૂત મેધાશક્તિ, જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ તથા મનની એકાગ્રતા બહુ જ જરૂરી છે.
પ્રસ્તુત પ્રકાશન, શ્રી સૂયગડાંગ સૂત્રના આ બીજા શ્રુતસ્કંધમાં દર્શન શાસ્ત્રની પ્રધાનતા છે. પ્રથમ શ્રુતસ્કંધમાં દાર્શનિક વિષયનું સંક્ષિપ્તમાં નિરૂપણ છે, જ્યારે દ્વિતીય શ્રુતસ્કંધમાં તે જ વિષયને વિસ્તારથી તેમજ યુક્તિપૂર્વક અને દષ્ટાંત સાથે સરળતાથી સમજાવ્યો છે, છતાં પ્રથમ અને દ્વિતીય શ્રુતસ્કંધનો વાચ્યાર્થ–પ્રતિપાદ્ય વિષય સમાન
50
ivate & Personal Use Only
www.jainlibrary