________________
વિચારીને રજૂ કર્યો. અવાયકુમારે નિર્ણય આપ્યો અને ધારણાદેવીએ તો સંપૂર્ણ વૃત્તાંત સ્મૃતિના કેમેરામાં સ્થિત કરી દીધો. તેના સ્મૃતિ ભંડારમાં બીજા ગ્રુત સ્કંધના સાતેય અધ્યયન આ રીતે સાકાર થયા. પહેલા પુષ્કરિણી વાવમાં રહેલ પુંડરીક કમળ સમાન ધર્મયુક્ત સંત પુરુષ બનવા દેહાધ્યાસમાંથી નીકળી, પાંચભૂતના બાવલાને છોડી, કોઈ ઈશ્વરને આરોપિત નહીં કરતાં, આત્મા પોતે જ પોતાનો ઈશ્વર છે તેમ સ્વીકારી, એકાંત નિયતિના ભાવોને ત્યાગી, દેહાતીત દશા કેળવતાં, ૧૨ ક્રિયાના સાવધ યોગના અધર્મ પક્ષના ભાવોના ભવો છોડી, ઈરિયાવહિ ક્રિયાને શુદ્ધ આરાધી, નિર્દોષ આહારનું પરિજ્ઞાન કરી, નિર્દોષ આહારથી સંયમ નિભાવી; કર્મક્ષય કરાવનાર પ્રત્યાખ્યાનદિયા પાળી; અનાચાર ત્યાગી, આચારવાન બની; આદ્ર ભાવે ભીંજાઈ મૃદુતા કેળવી; નાલંદીય નહીં બનતાં આનંદનું આલંદીય બની અર્થાત્ સર્વ કર્મોનો ક્ષય કરવાની પ્રતિજ્ઞાને ધારણ કરી, આત્મભાવની શુદ્ધ ક્રિયા અજમાવી, શુક્લધ્યાનમાં જવાની સમાધિ પ્રાપ્ત કરવા માટે અનાદિનો અવળો આયાસ છોડી, પરમ પ્રાણ પામવાનો પ્રયાસ આદરી, પ્રતિજ્ઞા લઈને મારો મતિજ્ઞાનનો ઉપયોગ શ્રુતજ્ઞાનની પાંખે ઊડીને, ઘણું સંપાદન કરી, પાછો ફર્યો અને મારામાં સમાઈ ગયો...અસ્તુ.... આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત–નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ.ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ.ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું. | મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠા, ઉગ્ર તપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ આપું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવું ધીરમતી બાઈ મ., હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
આ સૂત્રના અનુવાદિકા છે પ્રવચન પ્રવરા વિદુષી અમારી સુશિષ્યા ઉર્મિલાશ્રી. પરમ ઉપકારી તપોધની તપસ્વીરાજની કપાથી શ્રમણી વિદ્યાપીઠના હોંશિયાર વિદ્યાર્થિની થઈ. પ્રિય પાત્રી
46.
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt