________________
શું થઈ રહ્યો છે, તે આપની સખી શ્રોતેન્દ્રિયને બોલાવીએ. એમ કહીને તે બોલાવવા ચાલ્યો ગયો. શ્રોતેન્દ્રિયને કહ્યું સાંભળો- આ બંને સંત શું જ્ઞાન ગોષ્ટી કરી રહ્યા છે?
શ્રોતેન્દ્રિય બોલી- તેઓ તત્ત્વ ચર્ચા કરી રહ્યા છે. મનોજ ભાઈને બોલાવીએ અને રસેન્દ્રિય બહેન સાથે જોડાય તો ખબર પડશે કે આ લોકો શું ચર્ચા કરી રહ્યા છે. બધા હાજર થઈ ગયા. સર્વ કાર્ય કર્તા મતિજ્ઞાનના ઉપયોગ પાસે આવી કરજોડી, પેલા બે સંતોની જ્ઞાનગોષ્ટિ સાંભળીને, વાચા દ્વારા અર્થ કરવા લાગ્યા. કોઈ શ્રોતા તો કોઈ વક્તા. જ્ઞાનગોષ્ટીની ગમ્મત જામી. ઈહાકુમારી વિચારોની વ્યાસપીઠ ઉપર બેસી વ્યાખ્યાન કરવા લાગ્યા.
સાંભળો. ગૌતમસ્વામીની સામે ઉદક પેઢાલપુત્ર પ્રશ્ન રાખે છે– વાત એમ છે કે હે આયુષ્યમનું ગૌતમ ! કુમારપુત્ર નામના અણગાર આપના પ્રવચનનો ઉપદેશ આપી અનેક આત્માઓને વ્રત-પ્રત્યાખ્યાન આપી, શ્રમણોપાસક કે શ્રમણોપાસિકા બનાવે છે. પ્રત્યાખ્યાન આ પ્રકારના આપે છે કે ત્રસ જીવોની હિંસા કરવી નહીં. તો તે પચ્ચકખાણ સુપચ્ચકખાણ કહેવાય ? મારા મતે તો તે પચ્ચખાણ સુપચ્ચકખાણ કહેવાય નહીં. ત્રસમાં રહેલા જીવો ત્રસકાય છોડી મરી જાય અને સ્થાવરમાં ઉત્પન્ન થાય, તો પછી તેને કેમ મારી શકાય? આ વાત તો વિરોધ જનક થઈ જાય. પચ્ચખાણ જૂઠા પડે. તેથી મારા તર્ક પ્રમાણે કોઈને પચ્ચકખાણ કરાવીએ ત્યારે ત્રણભૂત જીવોને મારવાના પચ્ચખાણ કરાવીએ, તો આ પચ્ચખાણ સુપચ્ચખાણ બની જશે.
પેઢાલપુત્રે કહ્યું કે આયુષ્યમનુ ગૌતમ! આ પ્રશ્નના ઉત્તર માટે આપનું કથન શું છે? પ્રસન્ન વદનવાળા શ્રી ગણધર ગૌતમ બોલ્યા- હે આયુષ્યમનું ઉદક! કુમારપુત્ર શ્રમણ કહે છે તે બરાબર છે, યથાતથ્ય છે, આર્ય વચન છે, અભય વચન છે, શાંત વચન છે. આપની માન્યતા બીજા જીવો માટે પરિતાપજનક દોષવાળી છે. જુઓ... ભૂત શબ્દ લગાડવામાં આવે તો તેનો અર્થ એક સરખો જ થાય છે. તેમાં કંઈ ફરક પડતો નથી. ભૂત શબ્દ લગાડતાં અર્થ ભેદ થતાં હાનિજનક પણ બની જાય. જેમ કે કોઈ કહે આ નગરી રેવનામૂયા તો અર્થ થશે દેવલોક જેવી નગરી છે. નગરી ખુદ દેવલોક નહીં બને. ત્રસભૂત કહીએ તો તેનો અર્થ નીકળશે કે ત્રણ જીવો જેવા અન્ય જીવોને મારવા નહીં, ત્રણને મારવા નહીં તેવો અર્થ નહીં રહે, તેથી આ તમારું મંતવ્ય અયથાર્થ છે. ગૃહસ્થ શ્રાવક ચોર વિમોક્ષણના ન્યાયે શક્ય તેટલા જીવોની દયા પાળી શકે છે પરંતુ સર્વ જીવોની દયા પાળી શકતા નથી.
ઉદક પેઢાલપુત્ર- તેનો અર્થ શું થાય? ઇન્દ્રભૂતિ કહે છે–એક નગરમાં એકદા ત્યાંના રાજાએ શરદપૂર્ણિમાના દિવસે રાત્રે નગરજનોને નગર છોડી ઉદ્યાનમાં કૌમુદી મહોત્સવમાં આવવાનો આદેશ કર્યો. જો કોઈ નગરમાં રહી જશે તો તેને ફાંસીએ ચઢાવવામાં આવશે, તેવી ઉદ્ઘોષણા કરાવી. બન્યું એવું કે એક શેઠના છ દીકરા કામમાં વ્યસ્ત હોવાથી રાજાનો આદેશ ભૂલી ગયા. રાત પડી ગઈ. દરવાજા બંધ થઈ ગયા અને આ છ દીકરા નગરમાં રહી ગયા. રાજપુરુષોએ તેમને પકડી લીધા. રાજાએ આજ્ઞા ફરમાવી કે છએયને ફાંસીએ ચઢાવી દો. લોકો બિચારા જોતા રહ્યા. તે દીકરાના પિતાએ રાજા પાસે ખૂબ-ખૂબ અનુનય કર્યો. મારા દીકરાની
44
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt