________________
મહત્તા ઓછી કરી, સિદ્ધાંતના મહત્ત્વની સ્થાપના કરી છે.
- જ્યારે આજે સાધારણ બુદ્ધિવાળા આચાર્યો, સંતો કે મુનિ મહારાજો પોતાને જ કેન્દ્ર બિંદુમાં રાખી અાંત્વનું પ્રદર્શન કરી, જેન માર્ગખંડ-ખંડ થાય, તેની જરા પણ ચિંતા કર્યા વિના બેધડક વ્યક્તિ મહત્ત્વની છાપ ઉપજાવે છે. જેથી અહીં કહેવાનું મન થાય છે કેઆપણા શાસ્ત્રોનું જેટલું અનુશીલન થાય તે અને તેના માટે ગુણિયલ સાધ્વીઓ અને ત્રિલોકમુનિ જેવા પથ પ્રદર્શક સંતોના સાંનિધ્યમાં જે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે તે, ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. તેમાં યે ખાસ કરીને સૂયગડાંગ સૂત્રનો આ બીજો શ્રુતસ્કંધ જૈન આગમ રૂપી સમુદ્રની એક દીવાદાંડી જેવો છે. આમાં વજ અને દઢ ભાષાના શબ્દોના કવચ સાથે જૈન શ્રમણોના આચાર વિચારનો જે ઉલ્લેખ કર્યો છે, તે મણીરત્ન જેવો છે. આજે સંતો મૂલ્યવાન મણિરત્નને કે હીરાને મૂકી કાચ-કાંકરા જેવા ભાવોનો સંગ્રહ કરે છે. એમ લાગે છે કે તેઓ જેન શાસનની મજબૂત પાયાની ઇમારતને હલાવી રહ્યા છે.
આજે સૂયગડાંગ સૂત્ર પ્રગટ થશે અને આ સાતે અધ્યયનનું સંપૂર્ણ વિવેચન સંતોની સામે આવશે તો આંખ ઉઘાડવાનો એક સઅવસર અવશ્ય ઉદભવશે. અહીં આપણે પહેલા-છેલ્લા અધ્યયન વિષે થોડું કહ્યા પછી વચલા અધ્યયનો માટે યથાસંભવ, યથામતિ ઉલ્લેખ કરી આ “આમુખ’ પૂર્ણ કરીશું.
જો કે બધાં અધ્યયનોના શબ્દ સહ અનુવાદ તથા ભાવાર્થ પ્રકાશિત થશે જ, તેથી તે ઉદાહરણો અમે અહીં ટાંક્યા નથી, પરંતુ અધ્યયનો વિષે દષ્ટિપાત કરી મુખ્ય વિષયનો સ્પર્શ કર્યો છે. જૈનદર્શન, શાશ્વત દ્રવ્યો કે શાશ્વત ભાવોને જેટલો સ્પર્શ કરે છે, તેટલો જ અર્થાત્ તેથી પણ વધારે વર્તમાન ક્રિયાયોગ, વર્તમાન પ્રવૃત્તિ અને જીવોના પ્રત્યેક શુભાશુભ માનસિક ભાવો તેમજ સાક્ષાત્ વચનયોગ અને કાયયોગની ક્રિયાઓ, એ બધા ઉપર ઊંડાઈથી વિચાર કરી કર્મબંધ થવાના કે પાપ આશ્રવ થવાના કારણો ઉપર પૂરો પ્રકાશ નાંખે છે અને નાનામાં નાના જીવોની અવહેલના ન થાય, આશાતના ન થાય કે હિંસા ન થાય, તેની સચોટ પ્રેરણા આપી સાધકની ચેતનાને જાગૃત કરે છે. સાથે-સાથે તે સમયના પ્રવર્તતા, ધર્મના મત-મતાંતરો, સાંપ્રદાયિક પરંપરાઓ શ્રમણોની કે બ્રાહ્મણ સંસ્કૃતિની જે કાંઈ આરંભ સમારંભ યુક્ત સાધનાઓ હતી તેનો સ્પષ્ટ વિરોધ કરે છે અને તેમના વાદોનો મિથ્યાવાદ તરીકે ઉલ્લેખ કરે છે. તેમ છતાં કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ ગ્રંથો કે સંપ્રદાયનું નામ લઈને નિંદાત્મક ઉલ્લેખ કર્યો નથી. ફક્ત હિંસામૂલક, પરિગ્રહમૂલક, કે મિથ્યાત્વયુક્ત ભાવોનું સભ્ય ભાષામાં ખંડન કરી તીર્થકરોનો, અરિહંતોનો કે આચાર્યોનો શું સ્પષ્ટ મત છે? તેનું નિદર્શન કર્યું છે.
જૈન દર્શનનો શાશ્વત લેખ અને જે કાંઈ સ્પષ્ટ મત છે તે નીચેના શબ્દોમાં
6 23 ON ...
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg