________________
૨૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरित्तए । શબ્દાર્થ - વડગામો = ચાતુર્યામથી પંદબદ્ય = પાંચ મહાવ્રત યુક્ત સહિમ = પ્રતિક્રમણ સહિત. ભાવાર્થ:- ત્યાર પછી ઉદક પેઢાલ પુત્રે ભગવાન ગૌતમસ્વામીને કહ્યું- હે ભંતે! હવે આપની સમક્ષ ચાતુર્યામ ધર્મમાંથી હવે પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રત રૂપ ધર્મમાં ઉપસ્થિત થઈને અર્થાતુ તેને સ્વીકારીને વિચરણ કરવાની ઇચ્છા રાખું છું. |४१ तए णं भगवं गोयमे उदगं पेढालपुत्तं गहाय जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ । तए णं से उदए पेढालपुत्ते समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं अंतियं चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरित्तए ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह ।
तए णं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए चाउज्जामाओ धम्मओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरइ ॥ त्ति बेमि ॥ ભાવાર્થ :- આ પ્રમાણે કહ્યા પછી ભગવાન ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને સાથે લઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, ત્યાં ગયા. ભગવાનની પાસે જઈને ત્યાં ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીરને જમણી તરફથી પ્રદક્ષિણા કરી, વંદના, નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવનું ! હું આપની સમક્ષ ચાતુર્યામ રૂપ ધર્મમાંથી પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મમાં આવીને અર્થાત્ તેને સ્વીકારીને વિચરણ કરવા ઇચ્છું છું.
આ સાંભળીને ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે દેવાનુપ્રિય ઉદક! તમને જેમ સુખ ઉપજે, તેમ કરો! પરંતુ આવા શુભકાર્યમાં વિલંબ ન કરો.
ત્યારે ઉદક પેઢાલ પુત્રે શ્રમણ ભગવાન મહાવીર પાસે ચાતુર્યામ ધર્મમાંથી પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો અને પ્રભુની આજ્ઞામાં વિચરણ કરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શંકાના સમાધાન પછી ઉદક નિગ્રંથના જીવનમાં થયેલા પરિવર્તનનું નિરૂપણ છે. ઉદક નિગ્રંથના તર્ક-વિતર્કોનું સમાધાન શ્રી ગૌતમ સ્વામીએ વિવિધ યુક્તિ અને દષ્ટાંતોથી કર્યું.
ત્યારે ઉદક નિગ્રંથ નિરુત્તર થઈ ગયા તેમને સત્ય સમજાઈ ગયું તેમજ ગૌતમ સ્વામી દ્વારા ટકોર થતાં અવિનયને છોડીને વિનય ભાવનો સ્વીકાર કર્યો. સરળતા અને નમ્રતાપૂર્વક પોતાની મિથ્યા માન્યતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org