________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. સૂયગડાંગ સૂત્રનો લક્ષ્યાર્થ :
જૈન આગમોની ઐતિહાસિકતા વિશે બહુ ઊંડાઈથી વિચારવાની આવશ્યકતા સદાય રહે જ છે. આમ તો શ્વેતામ્બરીય જૈન આગમો અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે, પરંતુ ઊંડાઈથી અભ્યાસ કરવામાં આવે તો શ્રી સૂયગડાંગ શાસ્ત્રની ભાષા બીજા શાસ્ત્રો કરતાં વધારે ગહનતમ હોય એવું લાગે છે. તેમાં ઘણા-ઘણા જુના અને મહત્ત્વના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અત્યારે આપણે બીજા શ્રત સ્કંધ ઉપર વિચાર કરી રહ્યા છીએ, તો તેના ભાવ અને ભાષા બંને ઉપર પ્રકાશ નાંખવાનો પ્રયત્ન કરીશું.
શ્રી સૂયગડાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધના પ્રથમ પુંડરીક અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વયં તમામ સાધુ-સાધ્વીઓને આમંત્રિત કરીને, નિગ્રંથ પ્રવચનના દેઢ નિર્ણયાત્મક સિદ્ધાંતનો ઉદ્ઘોષ કર્યો છે અને તે સમયમાં પ્રવાહિત વિવિધ સંપ્રદાય અને માન્યતાના પ્રવાહોને સ્પર્શ કરી તેમની અપૂર્ણતા અને અગ્રાહ્યતા ઉપર વિલક્ષણ દષ્ટાંત આપી જે પ્રકાશ પાડ્યો છે, તે વસ્તુતઃ ધાર્મિક તો છે જ, પરંતુ એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સામાજિક સ્થિતિનું પણ ઉદ્ઘાટન કરે છે.
દ્વિતીય શ્રુતસ્કંધ વિવિધ દષ્ટિએ ભિક્ષુ-ભિક્ષુણીઓ(સાધુ-સાધ્વીઓ)ના કડક આચારની સમીક્ષા કરે છે. તદનુસાર જૈન મુનિ સર્વથા નિર્લિપ્ત બની એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે અહિંસાનું મિશન લઈ કડક અહિંસાનું પાલન કરી, અહિંસાનો ઉપદેશ આપે છે. સમગ્ર જૈન સિદ્ધાંતનો સાર છે– બધા પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની જરા પણ અશાતના ન થાય અને તેની હિંસા પણ ન થાય, તે રીતે જૈન દર્શનનું લક્ષ આ અધ્યયનમાં સ્પષ્ટ કર્યું છે અને એક નિશ્ચિત ઉત્સર્ગ માર્ગની સ્થાપના કરી છે. તેમજ અપવાદ માર્ગનું નાનું મોટું સમાધાન આપેલું છે. પ્રથમ શ્રમણોપાસક બની ત્રસ જીવોની હિંસાથી વ્યાવૃત્ત બની તથા સ્થાવર જીવોની હિંસા પણ બહુ ઓછી થાય તે રીતે ગૃહસ્થ જીવન વ્યતીત કરવાનું તથા શ્રમણોપાસક પણ સર્વથા ત્યાગી બને તેવું લક્ષ રાખવાની પ્રેરણા આપે છે.
અપવાદ માર્ગમાં નાના મોટા તર્ક દ્વારા કેટલીક કટોકટીની સ્થિતિમાં અથવા શારીરિક પીડાનું નિવારણ કરવા માટે હિંસાનું અવલંબન લેવું પડે તો પણ તે આવકાર્ય નથી. તેમાં પણ દોષ લાગે છે અને પ્રાયશ્ચિત્ત દ્વારા નિવારણ થાય તે રીતે પગલું ભરવું
21
૮
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg