________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
અપ્રત્યાખ્યાની જીવ પાપકારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોવાથી અસંયત છે, તે પાપપ્રવૃત્તિથી વિરામ પામ્યા ન હોવાથી અવિરત છે, તેણે પૂર્વકૃત પાપકર્મોની સ્થિતિ અને અનુભાગનો તપસ્યાદિ દ્વારા નાશ ન કર્યો હોવાથી અપ્રતિહત પાપકમાં છે, ભવિષ્યકાલીન પાપકર્મોનો ત્યાગ કર્યો ન હોવાથી અપ્રત્યાખ્યાની છે, સાવધક્રિયા સંપન્ન હોવાથી સક્રિય છે અને પાપકર્મના નિરોધ રહિત હોવાથી અસંવૃત્ત છે. યાવિ(અપિ) :- પણ. આત્માની અવસ્થાઓ પરિવર્તનશીલ હોવાથી વર્તમાને જે અપ્રત્યાખ્યાની હોય તે આત્મા જ, અવસ્થાનું પરિવર્તન થતાં પ્રત્યાખ્યાની પણ થઈ શકે છે; અક્રિયાકુશળ હોય, તે ક્રિયાકુશળ પણ થઈ શકે છે. આ રીતે આત્મામાં સર્વ ભાવોની સંભાવનાને સૂત્રકારે યાત્ત્વિ એટલે ‘પણ’ શબ્દ દ્વારા સૂચિત કરી છે. તેથી જ સૂત્રમાં આપન્નવાળી આદિ દરેક શબ્દો સાથે યવિ શબ્દનો પ્રયોગ છે. પ્રત્યાખ્યાનની મહત્તા ઃ
૧૨૦
२ तत्थ चोय पण्णवगं एवं वयासी- असंतएणं मणेणं पावएणं असंतियाए वईए पाविया असंतएणं कारणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियार मणवयण-काय-वक्कस्स सुविणमवि अपस्सओ पावे कम्मे णो कज्जइ ।
कस्स णं तं हेउं ? चोयए एवं वयासी- अण्णयरेणं मणेणं पावएणं मणवत्तिए पावे कम्मे कज्जइ, अण्णयरीए वईए पावियाए वइवत्तिए पावे कम्मे कज्जइ, अण्णयरेणं काएणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ । हणंतस्स समणक्खस्स सवियार मण-वयण-काय-वक्कस्स सुविणमवि पासओ एवं गुणजाईयस्स पावे कम्मे कज्जइ ।
पुणरवि चोयए एवं वयासी- तत्थं णं जे ते एवामाहंसु- असंतएणं मणेणं पावएणं, अंसंतियाए वईए पावियाए, असंतएणं कारणं पावएणं, अहणंतस्स अमणक्खस्स अवियारमण-वयण-काय वक्कस्स सुविणमवि अपस्सओ पावे कम्मे कज्जइ, जे ते एवमाहंसु मिच्छा ते माहं ।
શબ્દાર્થ :- ચોયણ્ = પ્રેરક, પ્રશ્નકર્તા પળવĪ = પ્રજ્ઞાપક-ઉપદેશક અસંતĪ = ન થવા પર પાવĪ પાપયુક્ત અદ્દગંતસ્ત્ર = હિંસા ન કરતા થકા અમળવલ્સ = અમનસ્ક(મનથી પણ વિચાર રહિત). ભાવાર્થ -- (ઉપદેશક—આચાર્યના અભિપ્રાયને જાણીને તેનો નિષેધ કરતા) પ્રશ્નકર્તાએ આચાર્યને આ પ્રમાણે કહ્યું કે— જે પ્રાણી મન, વચન કે કાયા દ્વારા પાપ કર્મ કરતા નથી, જે હિંસા કરતા નથી, જે મનરહિત છે, જેના મન, વચન, કાયા અને વાક્ય પ્રયોગ પાપકર્મના વિચારથી રહિત છે. જે સ્વપ્ન પણ જોતાં નથી અર્થાત્ જે જીવો અત્યંત અવ્યક્ત ચેતનાવાળા છે, તે જીવોને પાપકર્મનો બંધ થતો નથી.
Jain Education International
આચાર્યે પૂછ્યું– તેનું શું કારણ છે ?
પ્રશ્નકર્તાએ આ પ્રમાણે કહ્યું કે મન પાપયુક્ત હોય, તો જ માનસિક પાપકર્મ થાય છે, વચન પાપયુક્ત હોય, જ વાચિક પાપકર્મ થાય છે. કાયા પાપયુક્ત હોય, તો જ કાયિક પાપકર્મ થાય છે. જે જીવ હિંસા કરે છે, જે મન સહિત છે, જેના મન, વચન, કાયા અને વાક્ય પ્રયોગ પાપકર્મના વિચારયુક્ત હોય છે. જે સ્વપ્ન જુએ છે અર્થાત્ જે જીવો પ્રગટ–સ્પષ્ટ ચેતનાવાળા છે, આ પ્રકારના વિશેષણ યુક્ત જીવ જ પાપકર્મ કરે છે.
=
For Private Personal Use Only
www.jainelibrary.org