________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
जाव मक्खायं, जहा पुढविजोणियाणं रुक्खाणं चत्तारि गमा । अज्झारुहाण वि तहेव, तणाणं, ओसहीणं, हरियाणं चत्तारि आलावगा भाणियव्वा एक्केक्के । ભાવાર્થ :- શ્રી તીર્થંકરપ્રભુએ વનસ્પતિકાય સંબંધી અન્ય પણ કથન કર્યું છે કે આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલીક ઉદકયોનિક(જળમાં ઉત્પન્ન થનારી) વનસ્પતિઓ હોય છે, જે જળમાં જ ઉત્પન્ન થાય છે, જળમાં જ રહે છે અને તેમાં જ વધે છે. તે ઉદકયોનિક વનસ્પતિ જીવ પૂર્વકૃત કર્મોદયવશ, કર્મોના ઉદયથી જ તેમાં આવે છે અને વિવિધ પ્રકારની જાતિઓવાળા પાણીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વિવિધપ્રકારની જાતિવાળા જળની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિકાયનાં શરીરોનો આહાર કરે છે. તે જલયોનિક વૃક્ષોનાં વિભિન્ન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા તથાવિવિધ પુદ્ગલોથી રચિત બીજા શરીરો પણ હોય છે. તે જીવો સ્વકર્મોદયવશ જ જલયોનિક વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. જેમ પૃથ્વીયોનિક વૃક્ષના ચાર ભેદના ચાર-ચાર આલાપક કહ્યા છે. તેમ જલયોનિક વૃક્ષોના પણ ચાર આલાપક થાય. તે જ રીતે અધ્યારુહ, તૃણ, ઔષધિ અને હરિતના પણ ચાર-ચાર આલાપક કહેવા જોઈએ.
વિવેચન :
૧૦૮
પ્રસ્તુત સૂત્રમાં ઉદકયોનિક વૃક્ષ વગેરેના ભેદ તથા તેના આહારનું કથન છે.
જલને આશ્રયે ઉત્પન્ન થતી વનસ્પતિ ઉદકયોનિક વૃક્ષાદિ કહેવાય છે. પૃથ્વીયોનિક વૃક્ષાદિની જેમ ઉદકયોનિક વૃક્ષાદિના પાંચ ભેદ છે– (૧) ઉદકયોનિક વૃક્ષ (૨) ઉદકયોનિક અધ્યારુહ (૩) ઉદકયોનિક તૃણ (૪) ઉદકયોનિક ઔષધિ અને (૫) ઉદકયોનિક હરિતકાય. દરેકના પૂર્વવત્ ચાર-ચાર આલાપક છે, જેમ કે– ૧. ઉદકયોનિક વૃક્ષ રૂપે ઉત્પન્ન થતાં જીવો સર્વ પ્રથમ જલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ૨. ઉદકયોનિક વૃક્ષમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થતાં જીવો સર્વ પ્રથમ ઉદકયોનિક વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ૩. વૃક્ષયોનિક વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થતાં જીવો સર્વ પ્રથમ વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે ૪. તે વૃક્ષમાં મૂળ, કંદ, સ્કંધાદિ રૂપે ઉત્પન્ન થતાં જીવો સર્વ પ્રથમ વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે.
ત્યાર પછી તે જીવો પોત-પોતાની યોગ્યતા અનુસાર પૃથ્વી આદિ કોઈ પણ શરીરના પુદ્ગલોને ગ્રહણ કરીને પોતાના શરીરની પુષ્ટિ કરે છે.
તે જ રીતે ઉદકયોનિક અધ્યારુહ આદિના ચાર-ચાર આલાપક તથા તેનો આહાર જાણવો જોઈએ. ઉદકયોનિક સેવાળાદિનો આહાર:
१३ अहावरं पुरक्खायं - इहेगइया सत्ता उदगजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहजोणिएसु उदगत्ताए अवगत्ताए पणगत्ताए सेवालत्ताए कलंबुगत्ताए हढत्ताए कसेरुयत्ताए कच्छभाणियत्ताए उप्पलत्ताए पउमत्ताए कुमुदत्ताए णलिणत्ताए सुभगत्ताए सोगंधियत्ताए पोंडरियत्ताए महापोंडरियत्ताए सयपत्तत्ताए सहस्सपत्तत्ताए एवं कल्हारत्ताए कोकणयत्ताए अरविंदत्ताए तामरसत्ताए भिसत्ताए भिसमुणालत्ताए पुक्खलत्ताए पुक्खलच्छिभगत्ताए विउट्टंति, ते जीवा तेसिं णाणाविहजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं उदगाणं
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org