________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
णाणाअज्झवसाणसंजुत्ते एवं वयासी- हं भो पावाडया आइगरा धम्माणं जाव णाणाअज्झवसाणसंजुत्ता ! कम्हा णं तुब्भे पाणिं पडिसाहरह ? पाणी णो डज्झेज्जा ? दड्ढे किं भविस्सइ ? दुक्खं । दुक्खं ति मण्णमाणा पडिसाहरह ? एस तुला, एस पमाणे, ક્ષ સમોસરણે, પત્તેયં તુલા, પત્તેય પમાળે, જ્ઞેયં સમોસરણે ।
૯૨
શબ્દાર્થ :- સામખિયાળ = અગ્નિસહિત-બળતા રૂમલાળ = અંગારાઓનો પારૂં = પાત્રી-પાત્રને અયોમË = લોખંડની સંડાસફ્ળ = સાણસીથી અથિમળિય = અગ્નિનું સ્થંભન
ભાવાર્થ:તે પૂર્વોક્ત ૩૩ પ્રાવાદુકો–પાસંડીઓ પોતપોતાના ધર્મના આદિ–પ્રવર્તક છે. વિવિધ પ્રકારની બુદ્ધિ(પ્રજ્ઞા), વિવિધ અભિપ્રાય, વિભિન્ન શીલ, વિવિધ દષ્ટિ, વિવિધ રુચિ, વિવિધ આરંભ અને વિભિન્ન પ્રકારના નિશ્ચયવાળા હોય છે. તે બધાં પ્રાવાદુકો એક સ્થાનમાં મંડળીબદ્ધ થઈને બેઠા હોય, ત્યાં કોઈ પુરુષ આગના અંગારાથી ભરેલા કોઈ વાસણને લોખંડની સાણસીથી પકડીને લાવે અને વિવિધ પ્રકારની પ્રજ્ઞા, અભિપ્રાય, શીલ, દષ્ટિ, રુચિ, આરંભ અને નિશ્ચયવાળા, ધર્મના આદિ પ્રવર્તક તેવા તે પ્રાવાદુકોને કહે છે—
અરે ! વિવિધ પ્રકારની બુદ્ધિ આદિ તથા વિભિન્ન નિશ્ચયવાળા ધર્મના આદિ પ્રવર્તક પ્રાવાદુકો ! આપ લોકો અંગારાથી ભરેલા આ પાત્રને લઈને થોડી-થોડી વાર સુધી હાથમાં પકડી રાખો, તેમાં તમારે સાણસીની સહાય લેવી નહીં, અગ્નિનું સ્તંભન પણ કરવું નહીં, આ અગ્નિને ધારણ કરવામાં સાધર્મિકોની સહાયતા પણ ન લેવી તેમજ પરધાર્મિકોની સેવા પણ ન લેવી, તમે સરળ ભાવે મોક્ષ માર્ગના આરાધક બનીને, માયા-કપટ કર્યા વિના હાથ લાંબો કરો, આ પ્રમાણે કહીને તે પુરુષ તે અંગારાથી ભરેલા પાત્રને લોઢાની સાણસીથી પકડીને તે પ્રાવાદુકોના હાથ પર રાખે, તે સમયે ધર્મના આદિ પ્રવર્તક તથા વિવિધ પ્રજ્ઞા, શીલ, અધ્યવસાય આદિથી સંપન્ન તે બધા પ્રાવાદુકો પોતાના હાથ અવશ્ય સંકોચીને પાછા ખેંચે છે. આ જોઈને તે પુરુષ વિવિધ પ્રકારની પ્રજ્ઞા, શીલ, અધ્યવસાય આદિથી સંપન્ન, ધર્મના પ્રવર્તક તે પ્રાવાદુકોને આ પ્રમાણે પૂછે છે— “હે ! વિવિધ પ્રજ્ઞા અને નિશ્ચયવાળા ધર્મના આદિકર પ્રાવાદુકો ! આપ આપના હાથ શા માટે પાછા ખેંચી રહ્યા છો ?’” શું તમારા હાથ દાઝે છે? હાથ દાઝવાથી શું થાય છે? દુઃખ થાય છે. જો દાઝવાથી તમને દુઃખ થાય છે, તો સર્વ જીવોને માટે પણ તે વાત સમાન છે અર્થાત્ સર્વ જીવોને દુઃખ થાય છે, આ કથન જ સર્વ જીવો માટે પ્રમાણભૂત છે, આ જ સમવસરણ એટલે ધર્મનો સાર છે. આ કથન પ્રત્યેક જીવને માટે સમાન છે, પ્રત્યેક જીવને માટે પ્રમાણભૂત છે અને પ્રત્યેક જીવને માટે આ જ સમવસરણ એટલે ધર્મનો સાર છે. ६६ तत्थ समणा माहणा एवमाइक्खंति जाव एवं परूवेंति- सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता हंतव्वा अज्जावेयव्वा परिघेत्तव्वा परितावेयव्वा किलामेयव्वा उद्दवेयव्वा, ते आगंतु छेयाए ते आगंतु भेयाए, ते आगंतुं जाइ- जरा-मरण- जोणिजम्मणसंसार-पुणब्भव-गब्भवास-भवपवंच-कलंकली भावभागिणो भविस्संति, ते बहूणं दंडणाणं बहूणं मुंडणाणं बहुणं तज्जणाणं बहुणं तालणाणं बहुणं अंदुबंधणाणं घोलणाणं माइमरणाणं पिइमरणाणं भाइमरणाणं भगिणीमरणाणं भज्जामरणाणं पुत्तमरणाणं धूयमरणाणं सुण्हामरणाणं दारिद्दाणं दोहग्गाणं अप्पिय-संवासाणं पियविप्पओगाणं
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org