________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
જો હિંસા આદિ કોઈ પણ પાપસ્થાનનું સેવન થતું હોય, તો તે પ્રવૃત્તિ અવશ્ય કર્મબંધનું કારણ બને છે. પ્રયોજનપૂર્વક થતી પ્રવૃત્તિમાં કર્તા જો જાગૃત અને અનાસક્ત હોય, તો તેનો કર્મબંધ અલ્પકાલીન અને મંદ રસવાળો થાય અને કર્તા જો પ્રમાદી અને આસક્ત હોય, તો તેનો કર્મબંધ દીર્ઘકાલીન અને તીવ્ર રસવાળો થાય છે. આ રીતે કર્તાના ભાવાનુસાર તેના કર્મબંધમાં તરતમતા જરૂર થાય, પરંતુ પ્રયોજનપૂર્વકની પ્રવૃત્તિમાં પણ કર્મબંધ ન થાય તેમ શક્ય નથી.
પુરિલે ઃ– અહીં પુરુષ શબ્દ ચારે ય ગતિઓનાં સર્વ જીવો માટે
૪૮
બીજું ક્રિયાસ્થાન : અનર્થદંડ પ્રત્યયિક :
1
३ अहावरे दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे जे इमे तसा पाणा भवंति ते णो अच्चाए णो अजिणाए जो मंसाए णो सोणियाए णो हिययाए जो पित्ताए णो वसाए णो पिच्छाए णो पुच्छाए णो बालाए णो सिंगाए जो विसाणाए णो दंताए णो दाढाए णो णहाए णो ण्हारुणिए जो अट्ठीए णो अट्ठिमिंजाए, णो हिंसिसु मे त्ति, णो हिंसंति मे त्ति, णो हिंसिस्संति मे त्ति, णो पुत्तपोसणयाए णो पसुपोसणयाए णो अगारपरिवूहणयाए णो समण-माहणवत्तणाहेउं, णो तस्स सरीरगस्स किंचि विपरियाइत्ता भवइ, से हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवइ, अट्ठादंडे |
પ્રયુક્ત છે.
શબ્દાર્થ -- અળકાવંડવત્તિર્ = અનર્થદંડ પ્રત્યયિક અન્નાર્ = અર્ચા—શરીરને માટે અનિવાર્ = ચામડી(ચર્મ)ને માટે સોળિયાણ્ = લોહીને માટે હિયયાQ = હૃદયને માટે પિાર્ = પાંખો કે પીંછાને માટે વિસાળાQ = શિંગડા માટે CTQ = નખને માટે જ્ઞાષિર્ = સ્નાયુ(નાડી)ને માટે અટ્વીર્ = હાડકાને માટે અટ્વિમિંગાવ્ = અસ્થિમજ્જાને માટે અારપરિવૂહળયાપ્= ઘરને વધારવા માટે ૩ાિતં = વિવેકને છોડીને વેરલ્સ = વેરનો આમાળી = ભોગવનાર, પ્રાપ્ત કરનાર.
Jain Education International
ભાવાર્થ :- ત્યાર પછી બીજું ક્રિયાસ્થાન અનર્થદંડ પ્રત્યયિક કહેવાય છે. જેમ કે કોઈ પુરુષ આ ત્રસપ્રાણીઓને પોતાના શરીરની રક્ષા માટે અથવા શરીર સંસ્કાર માટે, ચામડા માટે, તેમજ માંસ, લોહી, હૃદય, પિત્ત, ચરબી,પીંછા, પૂંછ, વાળ, શીંગ, વિષાણ, દાંત, દાઢ, નખ, સ્નાયુઓ, હાડકાં અને હાડકાંની મજ્જા માટે મારતા નથી. આ વ્યક્તિએ મને અથવા મારા કોઈ સંબંધીને માર્યું હતું, મારી રહ્યા છે અથવા મા૨શે, તેમ વિચારીને મારતા નથી; પુત્રોનું ભરણ-પોષણ, પશુપોષણ તથા પોતાના ઘરના સમારકામ કે મરામત માટે પણ મારતા નથી; શ્રમણ અને માહણ(બ્રાહ્મણ)ના જીવન નિર્વાહ માટે, તેના કે પોતાના શરીર ઉપર ઉપદ્રવ ન થાય, તેના માટે મારતા નથી પરંતુ પ્રયોજન વિના જ તે અજ્ઞાની જીવ પ્રાણીઓને દંડ દેતા-દેતાં તેને ઠંડા આદિથી મારે છે, તેના કાન-નાક આદિ અંગોનું છેદન કરે છે, શૂળી આદિથી ભેદન કરે છે, તે પ્રાણીઓનાં અંગોપાંગ છૂટા પાડે છે, તેની આંખો કાઢે છે, ચામડી ઉતરડે છે, તેને ડરાવે-ધમકાવે છે, વિવિધ ઉપાયોથી તેને પીડા પહોંચાડે છે કે પ્રાણરહિત પણ કરે છે. અનર્થદંડના કટુફળનો વિચાર કર્યા વિના, નિષ્પ્રયોજન ત્રસપ્રાણીઓની હિંસા કરનારા જીવો તે પ્રાણીઓની સાથે(જન્મ-જન્માંતર સુધી) વેર ભાવને પ્રાપ્ત કરે છે અર્થાત્ વેર બાંધે છે.
For Private
Personal Use Only
www.jainelibrary.org