________________
Education International
ઉલ્લાસભાવ સાથે આગમ અનુવાદ લખાણને અત્યંત ઝીણવટપૂર્વક સાદ્યંત તપાસીને પરિમાર્જન કરી આપનાર આગમમનીષી પૂજ્યપાદ ત્રિલોકમુનિ મ. સા. આ મહત્વનું કાર્ય સંભાળી રહ્યા છે. તેના સહયોગ માટે ડો.સાધ્વી આરતીબાઈ મ. અને સાધ્વી સુબોધિકાજી મ. સંશોધનમાં પૂર્ણ રૂપે જોડાઈ રહેલ છે.
આગમ પ્રકાશનના આ મહાન કાર્યમાં સૌ પોતાના સમયનો મહત્તમ ફાળો આપી રહ્યા છે. ખૂબ જ વ્યવસ્થિતપણે સર્વ આયોજન થઈ રહ્યા છે. પૂ. મુક્ત લીલમ ગુરુણીમૈયાના અંતઃકરણની ભાવના સાકાર થઈ રહી છે. શ્રી રોયલપાર્ક સ્થા. જૈન સંઘ, રાજકોટ આ બીડું ઝડપી સુંદર કાર્ય કરી રહેલ છે. આગમને પ્રકાશમાં લાવનાર શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન, પ્રકાશન સમિતિના માનદ સભ્યોશ્રી તથા સર્વ પ્રકાશન કાર્યને પ્રમુખરૂપે વહન કરનાર શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટાસંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ માણેકચંદ શેઠ ધન્યવાદને પાત્ર છે.
આ બૃહદ કાર્યમાં શ્રી સૂયગડાંગ સૂત્રના અનુવાદનું કાર્ય તો આંશિક છે, જે મને સોંપવામાં આવ્યું હતું. હું આ તકે મમ ઉપકારી ગુરુભગવંતો, ગુરુણીદેવો, ગુરુબહેનો, સાથી સહકારીઓ, સર્વનામી–અનામી વ્યક્તિઓનો ઉપકાર માનું છું. જોકે અનુવાદકર્તા તરીકે હું તો માત્ર નિમિત્ત છું. આ બધો યશ મારા વડીલોના ફાળે જ જાય છે.
"ઈમારતની નકશી કરતાં, પાયાના પથ્થરને પિછાણો,
શાહજહાંના તાજ કરતાં, આરસ કંડારનાર શિલ્પીને જાણો, 'ગુરુપ્રાણ' નામે રતિગિરી, હસુગુરુની પ્રેરણા જાણો,
મારું આમાં કશું નથી, 'મુક્તલીલમ'ના જ્ઞાનવૈભવને માણો."
પ્રાંતે ''સૂયગડાંગ સૂત્રના અનુવાદ કાર્યમાં છદ્મસ્થ દશાના કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી ભગવંતો તથા ગુરુવર્યોની સાક્ષીએ ત્રિકરણ ત્રિયોગે મિચ્છામિ દુક્કડમ્.......
મુક્ત—લીલમ શિશુ–સાધ્વી ઉર્મિલા.
43
ivate & Personal Use Only
www.jainlibrary