________________
Education International
અધ્યયન (૧૩) યથાતથ્ય- કહ્યું છે કે મદરહિત સાધના કરનાર સાધક જ સાચો જ્ઞાની અને મોક્ષગામી છે.
અધ્યયન (૧૪) ગ્રંથ– બતાવ્યું છે કે સાધકને માટે ગુરુજનની નિકટતા સૌપ્રથમ જરૂરી છે. સાધનાના મુખ્ય ચાર અંગ અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન અને અપ્રમાદ છે. સાધકે આ સદ્ગુણોનું આચરણ કરવું જોઈએ.
અધ્યયન (૧૫) આદાનીય– સંયમ અને મોક્ષમાર્ગની સાધનાનું સુપરિણામ બતાવ્યું છે. આ અધ્યયનમાં યમક અલંકારનો પ્રયોગ થયો હોવાથી આ અધ્યયનનું બીજું નામ 'યમકીય' પણ છે.
અધ્યયન (૧૬) ગાથા– આ અધ્યયનનો અર્થ કરતા નિર્યુક્તિકારે કહ્યું છે કે– જે મધુરતાથી ગાઈ શકાય છે તે ગાથા છે. જેમાં અર્થની બહુલતા હોય, તે ગાથા છે અથવા છંદ દ્વારા જેની રચના કે યોજના કરાઈ છે તે ગાથા છે. આ અધ્યયનમાં સાધુના (૧) માહણ (૨) શ્રમણ (૩) ભિક્ષુ અને (૪) નિગ્રંથ. આ ચાર નામો આપીને તેની વ્યાખ્યા કરવામાં આવી છે.
આ ૧૬ અઘ્યયનોથી પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ થાય છે. બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયનોનો પરિચય બીજા ભાગમાં આપવામાં આવશે.
આ રીતે આ સૂત્રમાં મહત્ત્વપૂર્ણ દાર્શનિક ચર્ચાઓ થઈ છે. તેની સાથે જ આધ્યાત્મિક સિદ્ધાંતો જીવનમાં વણી, અન્યમતોનો ત્યાગ કરી શુદ્ધ સાધ્વાચારના પાલનની પ્રેરણા પણ આપી છે.
અંગ સૂત્રોમાં સૂયગડાંગની મહનીયતાનું આ મુખ્ય કારણ છે કે આ એકમાત્ર એવું આગમ છે જેમાં પરમતદાર્શનિક-ભૌતિકવાદી, ક્ષણિકવાદી, તજીવતત્ઝરીરવાદી આદિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ વાદોનું મૂળ આગમમાં ક્યાં ય નામ પણ આવતું નથી. અંતે એટલું જ કહી શકાય કે સૂયગડાંગ સૂત્રને સાંગોપાંગ સમજવા માટે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ અત્યંત જરૂરી છે. નવ્યન્યાય અને જૈનન્યાય બંનેનો અભ્યાસ સૂયગડાંગ સૂત્રની ગહનતાને સરળ તથા અવગાહ્ય બનાવી શકે.
શ્રી સૂયગડાંગ સૂત્ર જેવા દર્શનશાસ્ત્રને સંપૂર્ણપણે પોતાનામાં આવરી લેતા
41
ivate & Personal Use Only
www.jainlibrary